તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
પોરબંદરમાં માનવતાના મંદિર ખુલ્લુ મુકાયું

પોરબંદરઃ જિલ્લા પોલીસ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પુર્ણ થવા નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ‘માનવતાનું મંદિર' પ્રોજેક્ટનો શુભારંભ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પોલીસ હેડ ક્વાર્ટર કમ્યુનિટી હોલ, અમળત પાર્ક પાસે, કરાવવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ જે વસ્તુની જરૂરિયાત નથી તેવા રમકડા, કપડા,પુસ્તક,બુટ, ચંપલ સહિતની વસ્તુઓ માનવતાના મંદિર નાગરિકો મૂકી શકશે અને જે લોકોને જરૂરિયાતમંદ છે તે આ બધી વસ્તુઓ નિઃશુલ્ક ત્યાંથી લઈ શકશે. જેથી સમાજના વંચિત વર્ગોને મદદ પહોંચાડી શકાય. ‘‘આવો, માનવતાને સાથે મળીને ઉજવીએ''ના સંદેશ સાથે પોરબંદર જિલ્લા પોલીસે સેવા, સુરક્ષા અને સંવેદનાની પોતાની ભાવનાને ચરિતાર્થ કરી છે. મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણી , જિલ્લા પોલીસ વડા બી યુ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, કમિશનર ટી.સી તીરથાણી, ડેપ્યુટી મેયર શ્રી મનીષભાઇ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો કોર્પોરેટશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
