તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
દેવભુમી દ્વારકા જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ટેલીકોમ સમિતીની બેઠક યોજાઇ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૮: દેવભુમી દ્વારકા જીલ્લા કલેકટરશ્રી રાજેશકુમાર તન્નાની અધ્યક્ષતામાં ખંભાળીયા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ટેલીકોમ સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લામાં ટેલીકોમ સેવાના વિસ્તાર અંગે ફોરનુ, ફાઇવનું પ્રોજેકટ, અરજીઓનો સમયસર નિકાલ કરવો તથા તમામ વિભાગોએ રસ્તામાં ખોદકામ કરતા પહેલા કોલબીફોરયુ ડીગ (સી.બી.વાય.ડી.) એપનો ફરજીયાત રીતે ઉપયોગ કરવા તથા રોડ રસ્તા કે પાઇપ લાઇનના કામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકશાન ના થાય તે જોવા માટે પણ સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
