તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
અણુબોમ્બ કરતા પણ આંસુ સમર્થ છેઃ પૂ.મોરારીબાપુ
શુક્રતાલમાં ‘માનસ સુકતીર્થ' શ્રીરામ કથાનો આજે સાતમો દિવસ

રાજકોટ, તા. ૮: સુકદેવજીએ રાજાપરિક્ષિતને જે ભૂમિ પર ભાગવત કથા કહી હતી તે ગંગાતટની સાક્ષીએ, પરમ પાવન ધરતી શુક્રતાલમાં પ્રવાહીત થઇ રહેલી રામકથા ‘માનસ સુકતીર્થ' ગઇકાલે છઠ્ઠા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે એક પ્રશ્ન પૂયિો છે અને એ ભાગવત સંદર્ભનો છે કે- બાપુ, ભાગવતમાં સર્વ, વિસર્ગ, સ્થાન, મન્વંતર, નિરોધ આશ્રય વગેરે દસ જેટલા માર્ગ બતાવાયા છે તો એ માર્ગ વિશે સરળ સમજાવો.. જવાબઃ ભાગવત મારો વિષય નથી અને તમે જે માર્ગો વિશે પૂછયું છે તેમાંથી ‘આશ્રય' સંદર્ભે આપણે સંવાદ કરીએ. આશ્રયમાં મારો દૃઢ ભરોસો-વિશ્વાસ-શ્રધ્ધા છે. આશ્રયના નવ પ્રકાર છે. જેમાં પહેલો છે નામશ્રાય નામનો આશ્રય કરવો. નામાશ્રય એ ખૂબ સરળ માર્ગ છે. પરમાત્માને કહો કે અમારૂ બધુ છૂટી જાય પણ નામ ન છોડાવશો. નામ નામને પરાધીન કરી દે છે. બીજું: અશ્રુ-જલાશ્રય આંસુ સમર્થ છે, જેની પાસે અણુબોમ્બ છે ને સમર્થ નથી, અશ્રુ જેની પાસે છે તે સમર્થ છે. ત્રીજું: થલાશ્રય એટલે કે સ્થાન (સ્થિરતા)નો આશ્રમ કરવો ચોથુઃ રૂપાશ્રય પાંચમુઃ ધામઆશ્રય, છઠું: તમારા ગુરૂએ આપેલ કોઇ વસ્તુનો આશ્રય, સાતમું: વિવેક આશ્રય, આઠમું: વિરતિ-ત્યાગનો આશ્રય અને નવમું: રતિ આશ્રય-રામરતિ, પ્રભુચરણમાં રતિ આમ આશ્રયના નવમાર્ગો છે પણ તલગાજરડા એમાં એક ઉમેરીને કહે છે કે સોૈથી મોટો આશ્રય કથા આશ્રય કથાશ્રવણ ખુબ મહત્વનું છે. પરિક્ષિત શિક્ષિત, દિક્ષિત હતો અને ઉપેક્ષિત પણ હતો એણે પણ કથાશ્રમ લીધો છે અને પરમ સુખની પ્રાપ્તિ થઇ છે. માટે કથા કોઇપણ કથા કયારેય ન છોડશો. પૂ. મોરારીબાપુએ કહયું કે મને કલકતા થી અનુબુઆએ એક સરસ વાત લખી મોકલી છે.. આફ્રિકામાં એક સ્થળે દસ-પંદર બાળકો બેઠા હતા અને અને સામે, થોડેદુર ફળ રાખવામાં આવ્યા હતા. જુદા-જુદા પ્રકારના ઉતમ ફળો અને ચોકલેટો, બિસ્કીટ વગેરે ગોઠવવામાં આવ્યું હતું. હવે પેલા બાળકોને કહેવામાં આવ્યું કે તમારા માંથી જે બાળક દોડીને પ્રથમ પહોંચશે એને આ બધું મળશે. બાળકોને સિગ્નલ આપવામાં આવ્યો કે એક,બે,ત્રણ... ર્સ્ટાટ કોઇ બાળક દોડયું નહી! ત્યારે પૂછવામાં આવ્યુ કે-કેમ કોઇ દોડયુ નહી? ત્યારે બધા બાળકોએ કીધું કે અમે સોૈ સાથે દોડીશુ! સોૈને સરખું મળવું જોઇએ અમે હરિફાઇ કરીને કોઇને કોઇ એકને જ બધું મળે એમ નહી પણ અમે સોૈ સાથે મળીને મેળવીશું આ ઘટનાએ સમાજવાદ આવ્યો સાહેબ (મનોજ જોશી- ‘મજો' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
