<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

જેતપુરમાં ટ્રાર્વેલ્‍સ બસમાં નકલી નંબર પ્‍લેટ લગાડી કરોડોની ટેક્ષ ચોરીનું કોૈભાંડ પકડાયુઃ ૩ ની ધરપકડ

એક જ રજીસ્‍ટ્રેશન નંબર પ્‍લેટ ઉપર એકથી વધુ લકઝરી બસો દોડતી'તીઃ ઉદ્યોગનગર પોલીસે ૯ લકઝરી બસ સહિત ૧.૫૫ કરોડનો મુદામાલ કબ્‍જે કર્યા

તસ્‍વીરમાં પકડાયેલ લકઝરી બસો અને નીચે બેઠેલ આરોપીઓ સાથે ઉદ્યોગનગર પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ઓઝા, જેતપુર)

(કેતન ઓઝા દ્વારા)  જેતપુર તા.૮: જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ ટીમે એક જ રજીસ્‍ટ્રેશન નંબર પ્‍લેટ પર એકથી વધુ લક્‍ઝરી બસો દોડાવી સરકાર સાથે લાખો રૂપિયાની ટેક્‍સચોરી અને છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ જગ્‍યાએથી કુલ ૧૧ વાહનો અને ૩૧ જેટલી શંકાસ્‍પદ નંબર પ્‍લેટો મળીને કુલ રૂ. ૧,૫૫,૫૦,૦૦૦/- (એક કરોડ પંચાવન લાખ પચાસ હજાર) નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઇસમોની ધરપકડ કરી છે.

જેતપુર ઉદ્યોગનગર પોલીસને ખાનગી રહે બાતમી મળેલ કે, મુસાફરોની અવરજવર કરતી ખાનગી ટ્રાવેલ્‍સ બસોમાં એક જ નંબર પ્‍લેટનો ઉપયોગ બે અલગ-અલગ બસોમાં કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જેતપુર, રબારીકા ચોકડી પાસે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન જૂનાગઢ તરફથી આવતી ‘‘શ્રી મહાલક્ષ્મી'' નામની બ્‍લુ કલરની લક્‍ઝરી બસ (નંબરઃ AR 01 U 9905) ને અટકાવી તપાસ કરતા તેમાં ખોટી નંબર પ્‍લેટ લગાડેલી હોવાનું ખૂલ્‍યું હતું. પોલીસે આ બસના ચાલક કૌશિક યોગેશભાઇ જયસ્‍વાલ (રહે. મેંદરડા) ની ધરપકડ કરી રૂ. ૧૫ લાખની બસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસની વધુ તપાસ દરમિયાન પોલીસને બીજી મોટી સફળતા મળી હતી. જેતપુર-જૂનાગઢ ફોર-લેન હાઇવે પર બંસી ફેશનની સામે આવેલા શ્નપાવન ટ્રાવેલ્‍સઙ્ખના ડેલામાં પોલીસે દરોડો પાડ્‍યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ડેલામાં એક જ સરખા આર.ટી.ઓ. નંબર જીજે ૧૪ ટી ૦૯૩૨ ધરાવતી કુલ ૪ લક્‍ઝરી બસો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૬૫,૦૦,૦૦૦/- થાય છે. આ ઉપરાંત, પોલીસે ગ્‍ફલ્‍ ની કલમ ૧૦૬ હેઠળ શંકાસ્‍પદ મિલકત ગણીને અન્‍ય ૫ લક્‍ઝરી બસો અને ૧ મારુતિ વાન (કિંમત રૂ. ૭૫,૫૦,૦૦૦/-) તેમજ જુદા-જુદા નંબરની ૩૧ નંગ ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટો પણ જપ્ત કરી છે. ડેલામાંથી પોલીસે આરોપી અલ્‍પેશભાઇ ઉર્ફે ટોનુભાઇ નવીનચંદ્ર જયસ્‍વાલ અને તેમના પુત્ર પાવનભાઇ (બંને રહે. જેતપુર) ની અટકાયત કરી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપીઓ એક જ રજીસ્‍ટ્રેશન નંબરથી એકથી વધુ બસો ગેરકાયદેસર રીતે રસ્‍તા પર દોડાવતા હતા.  તેમજ આરોપીઓ ભંગારમાં સ્‍ક્રેપ થયેલ એન્‍જીન તથા ચેસીસ મેળવી તેમાં બોડી કામ કરી, તેની કબજા ભોગવટા વાળી બસોનો ટેક્ષ, વીમો નહી ભરવાના ઇરાદે તેમજ રી-પાસીંગ નહીં કરવાના ઇરાદે ખોટી નંબર પ્‍લેટ બસમાં લગાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ખોટા રજીસ્‍ટ્રેશન સાથે લોકોને તથા પોલીસ તથા આર.ટી.ઓ. ને ગુમરાહ કરવાના હેતુથી તે નંબર પ્‍લેટ બનાવટી, ખોટી હોવાનું જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી, બસને રોડ ઉપર ચલાવી કાયદેસર રીતે સરકારશ્રીને ભરવા પાત્ર ટેક્ષ નહીં ભરી, સરકારશ્રી સાથે ટેક્ષના નાણાની છેતરપીંડી કરવાની ટેવ ધરાવે છે. પોલીસે પકડાયેલ ઉકત ત્રણેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

આ કાર્યવાહી ઉદ્યોગનગર પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેક્‍ટર, એસ.એચ.શર્મા, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર કે.બી.ગઢવી, પો.હેડ.કોન્‍સ. નીલેશભાઇ મકવાણા, હિતેષભાઇ વરૂ, અજયભાઇ રાઠોડ, રાજુભાઇ સાંબળા, વાસુદેવસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. સંજયભાઇ પરમાર તથા ચેતનભાઈ ઠાકોર દ્વારા  કરાઇ છે.

(12:53 PM IST)