News of Tuesday, 8th September 2026
તરણેતરનો લોકમેળોઃ શ્રદ્ધા-લોકકલા-સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે ભવ્ય લોકમેળા માટે ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓઃ પાંચાળની પુરાતન ધરા પર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા.૧૪ થી તા.૧૭ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રની અસ્મિતાના ગૌરવોત્સવ સમાન ભાતીગળ લોકમેળામાં પાંચાળભૂમિનો પૌરાણિક વારસો અને ગ્રામ્ય સંસ્કળતિ ધબકશે : સૌરાષ્ટ્રની લોકસંસ્કળતિ, હસ્તકલા અને ગ્રામ્ય જીવનની અસ્મિતાને વિશ્વ ફલક પર ઉજાગર કરશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: ઐતિહાસિક પાંચાળ ધરા પર વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આગામી તા.૧૪ થી તા.૧૭ સપ્ટેમ્બર સુધી ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાશે. દેવાધિદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં યોજાતો આ મેળો માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની લોકસંસ્કળતિ, તળપદી હસ્તકલા અને ગ્રામ્ય જીવનની અસ્મિતાને વિશ્વ ફલક પર ઉજાગર કરશે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢથી આશરે ૮ કિલોમીટર દૂર આવેલા તરણેતર ગામે આ ભવ્ય લોકમેળા માટે ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આ મેળો સૌરાષ્ટ્રના વિવિધ સમાજોની લોકપરંપરાઓને એક જ મંચ પર લાવે છે. મેળામાં કોળી, રબારી, ભરવાડ, ખાંટ, કણબી, કાઠી અને ચારણ સહિતના વિવિધ સમાજો પરંપરાગત વેશભૂષા અને ઘરેણાં સાથે એક મંચ પર ઉપસ્થિત થઈ સૌરાષ્ટ્રની સામાજિક એકતા અને વૈવિધ્યનું જીવંત ચિત્ર રજૂ કરે છે. આ મેળો ગ્રામ્ય અર્થતંત્ર માટે આર્થિક કરોડરજ્જુ સાબિત થાય છે. ભરતકામ, કાચકામ, દેશી વષાો, માટીકામ અને સ્થાનિક ખાદ્યપદાર્થોના સ્ટોલ થકી સ્થાનિક વેફારીઓ, આભૂષણ કારીગરો, નાના વેપારીઓ અને વાહનચાલકોને સીધી રોજગારી મળે છે.
તરણેતર મેળાનું નામ સાંભળતા જ રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓનું દ્રશ્ય આંખ સામે ઉભું થાય છે. સૌરાષ્ટ્રની આ પરંપરાગત કળામાં મોતી, આભલા, કાચકામ, રંગીન દોરા, કાપડ અને વિવિધ અલંકારો દ્વારા છત્રીઓને શણગારવામાં આવે છે. દરેક છત્રી પાછળ કારીગરની સર્જનાત્મકતા, કુશળતા અને લાંબા સમયની મહેનત રહેલી હોય છે. પરંપરાગત છત્રી સાથે વષાો અને પાઘડી પણ યુવાનોની આગવી ઓળખનું પ્રતીક બને છે. સમયની સાથે આ છત્રી તરણેતર મેળાની સાંસ્કળતિક ઓળખ બની ગઈ છે.
આશરે ૨૦૦ થી ૨૫૦ વર્ષ જૂની પરંપરા ધરાવતો તરણેતરનો મેળો પૌરાણિક ગાથાઓ સાથે જોડાયેલો છે. લોકવાયકા અનુસાર, ભગવાન વિષ્ણુએ શિવજીની આરાધના દરમિયાન એક કમળ ઘટતાં પોતાનું નેત્ર અર્પણ કર્યું હતું, જેથી આ તીર્થ ત્રિનેત્રેશ્વર અને કાણકેશ્વર તરણેતર તરીકે ઓળખાયું. સ્થાનિક માન્યતા મુજબ કુંડનો સંબંધ ગંગાવતરણની કથા સાથે છે, અને અહીં પાંચમના દિવસે કુંડમાં તાાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ ભૂમિ મહાભારતકાળના અર્જુન દ્વારા મત્સ્યવેધ અને દ્રૌપદીના સ્વયંવર સાથે પણ સંકળાયેલી છે. પાંચાળીના નામ પરથી ઓળખાતી આ પાંચાળભૂમિ પર વર્ષોથી યુવાનો પોતાની આગવી વેશભૂષા અને કલાત્મક છત્રીઓ સાથે જીવનસાથીની પસંદગી માટે મેળાવડો કરતા હતા, જે પરંપરા આજે પણ સાંસ્કળતિક વારસારૂપે અખંડ છે.
મેળા દરમિયાન પાંચાળની ધરા લોકગીતો અને લોકનળત્યથી ગુંજી ઉઠશે. ઢોલના ધબકારા સાથે પરંપરાગત રાસ, રાસડા, હુડો અને રાહડા સહિતના લોકનળત્યો રજૂ થશે, જેમાં જોડીયા પાવા સહિતના દેશી વાદ્યોનો સૂર ભળશે. રાતભર સંતવાણી, દુહા અને છંદની રમઝટ બોલાવાશે. ભજનમંડળીઓ અને સાધુ-સંતોના ભજનો મેળાના ધાર્મિક વાતાવરણને વધુ ગાઢ બનાવશે. લોકગીતો, દુહા અને છંદોમાં સૌરાષ્ટ્રના જીવનની લાગણીઓ, પ્રેમ, પ્રકળતિ, શૌર્ય અને સામાજિક સંબંધોની અભિવ્યક્તિ જોવા મળે છે.
તરણેતર પહોંચવા માટે ચોટીલા, રાજકોટ, અમદાવાદ અને જામનગરથી વિશેષ એસ.ટી. બસની વ્યવસ્થા રાખવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ, ટ્રાફિક વ્યવસ્થાપન, પીવાનું પાણી, અવિરત વીજ પુરવઠો, મોબાઈલ હેલ્થ ટીમ અને સઘન સફાઈ કામગીરીનો પ્રબંધ ગોઠવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની ખમીરવંતી લોકસંસ્કળતિ, ભક્તિ અને રંગબેરંગી મેળાવડાનો સાક્ષાત્કાર કરવા દેશ-વિદેશના ભાવિકો અન પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
