<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

ઉદ્યોગકારોના મોબાઈલ સાયબર ગઠિયાઓના નિશાના પર : મોરબી સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર ગોવિંદભાઇ વરમોરાનો મોબાઈલ હેક.

તેમના નંબર પરથી આવતા મેસેજમાં APK ફાઈલ કે અન્ય કોઈ ફાઈલ ન ખોલવા અપીલ, ખાતરી કર્યા વિના નાણાકીય વ્યવહાર ન કરવા તાકીદ.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર અને પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરાનો મોબાઈલ હેક થયો હોવાની વિગતો સામે આવી છે. જેને પગલે તેમના નંબર પરથી આવતા કોઈપણ શંકાસ્પદ મેસેજ કે લિંક પ્રત્યે સાવચેતી રાખવા અને કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર ન કરવા તાકીદ કરવામાં આવી છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવિંદભાઈ વરમોરાનો મોબાઈલ હેક કરવામાં આવ્યો છે. હેકર્સ દ્વારા તેમના નંબરનો દુરુપયોગ કરીને પરિચિતોને મેસેજ મોકલવામાં આવી રહ્યા હોવાની શક્યતા છે. આથી તેમના દ્વારા એક સુરક્ષા સૂચના જાહેર ક૨ીને અપીલ ક૨વામાં આવી છે કે, તેમના નંબર પરથી જો કોઈ APK ફાઈલ, લિંક કે અટેચમેન્ટ આવે તો તેને ભૂલથી પણ ડાઉનલોડ ક૨શો નહીં કે ખોલશો નહીં. 

 વધુમાં જણાવાયું છે કે, સાયબર ભેજાબાજો તેમના નંબરનો ઉપયોગ કરીને પેમેન્ટની માંગણી ક૨ી શકે છે. આથી, જ્યાં સુધી ગોવિંદભાઈ વરમોરા સાથે ફોન પર સીધી વાતચીત કરીને ખાતરી ન થાય ત્યાં સુધી તેમના નંબર પરથી આવતા મેસેજના આધારે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કે બેંક ટ્રાન્ઝેક્શન કરવું નહીં તેમ તેમની યાદીમાં જણાવાયું છે.

(4:17 PM IST)