તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
જામનગરમાં બંધ થયેલ ઓડિટ ફરી ન ખોલવા ૮ લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર ઝડપાયા

જામનગર : તા.૨૩ : (મુકુંદ બદિયાણી) જામનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરીને અમદાવાદના એક આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને રૂ. ૮,૦૦,૦૦૦/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી વિગતો મુજબ, ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટરના વર્ષ ૨૦૨૪-૨૫ ના ઈન્કમટેક્સ રિટર્નની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું અને એસેસમેન્ટ ઓડિટ ક્લોઝ થઈ ગયું હતું. આ બંધ થયેલ એસેસમેન્ટ ઓડિટને ફરીથી રી-ઓપન નહીં કરવાના અવેજ પેટે આરોપી વિનસકુમાર અમરચંદ સાવરિયા (ઉં.વ. ૪૪, હોદ્દોઃ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર - ખ્ખ્બ્, ક્લાસ-બી, ઓડિટ ભવન, નવરંગપુરા, અમદાવાદ - PD સેન્ટ્રલ) એ ફરિયાદી પાસે રૂબરૂમાં રૂ. ૮,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર ઈન્કમટેક્સ ઓફિસની બાજુમાં, ત્રિમંદિર જવાના સાઈનબોર્ડ પાસે આરોપીની કારમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરીને રૂ. ૮,૦૦,૦૦૦/- ની લાંચની રકમ માંગી અને સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. એ.સી.બી. દ્વારા સમગ્ર રૂ. ૮,૦૦,૦૦૦/- ની રકમ રિકવર કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી ટ્રેપિંગ અધિકારી એ.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, જામનગર તથા જામનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે મદદમાં અધિકારી તરીકે આર.કે. સોલંકી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ અને તેમની કચેરીનો સ્ટાફ જોડાયો હતો.( તસવીરઃ કિંજલ કારસરીયા)
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
