<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

સિસ્ટમ્સનો ગુજરાત રાજ્યના દક્ષિણે દસ્તક : આજે તા.૧૨થી ૧૬ સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક મેધાવી માહોલ જામશે

ભારે ગાજવીજ અને પવન સાથે મેધો મન મુકીને વરસી પડશે : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના રમેશ બસીયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૨ :          બંગાળની ખાડીનું લોપ્રેસર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ્સ 13 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવીને મજબૂત બનશે. સાથે જ ચોમાસુ ધરી પણ ઝડપથી નોર્મલથી નીચે આવશે. આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની શક્યતા હોવાથી આજથી જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે.

 

હવામાન નિષ્ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા, ટંકારા)ના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે તથા અમુક જગ્યાએ અતિભારે વરસાદ (1થી 6 ઇંચ)ની આગાહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

 

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા સહિત લગભગ તમામ તાલુકાઓમાં 50થી 100 મિમી વરસાદ થઈ શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં 150 મિમી સુધીનો અતિભારે વરસાદ પણ પડી શકે છે. રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદની પૂરી શક્યતા છે.આ રાઉન્ડ દરમિયાન તીવ્ર ગાજવીજ જોવા મળશે અને વીજળીના કડાકા-ભડાકા વધુ રહેશે. 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધુ રહેશે.

(9:30 AM IST)