<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ' થીમ સાથે ૨૭મીથી ‘સ્‍વદેશી મેળો' યોજાશે

સાંસ્‍કળતિક કાર્યક્રમો, યોગા થીમ, મેજિક શો, લોક ડાયરો અને સ્‍વચ્‍છતા જાગળતિ નાટકો બનશે મેળાનું મુખ્‍ય આકર્ષણ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૫: લોકલ ફોર વોકલ અને સ્‍વદેશી ઉત્‍પાદનોને પ્રોત્‍સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમળદ્ધિ'ની થીમ સાથે આગામી તા.૨૭ ઓક્‍ટોબરથી તા.૫ નવેમ્‍બર, ૨૦૨૬ દરમિયાન મોરબી ખાતે ‘સ્‍વદેશી મેળા'નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મેળાના સુચારુ આયોજન અને વ્‍યવસ્‍થાપન અર્થે મોરબી મહાનગર પાલિકાના કમિશનર સંગીતા રૈયાણીના અધ્‍યક્ષસ્‍થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કમિશનર દ્વારા મેળાના સ્‍થળે સ્‍ટોલની ગોઠવણી, સાંસ્‍કળતિક કાર્યક્રમો, વાહન ર્પાકિંગ તેમજ ટ્રાફિક વ્‍યવસ્‍થા સહિતની તમામ જરૂરી વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્‍યા હતા. મોરબીના સ્‍કાય મોલની બાજુમાં આવેલા રત્‍નકલા ગ્રાઉન્‍ડ ખાતે યોજાનારા આ સ્‍વદેશી મેળામાં વિવિધ હસ્‍તકલાની વસ્‍તુઓ અને સ્‍થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ સ્‍વદેશી મેળાનું મુખ્‍ય આકર્ષણ વિશેષ સાંસ્‍કળતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્‍તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્‍વચ્‍છતા અને જન જાગળતિલક્ષી નાટકો રહેશે.

(12:13 PM IST)