તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
જામનગરમાં સસ્તા અનાજનાં જથ્થાની શંકાસ્પદ હેરફેર ઝડપાઈ: ઘઉં અને વાહન મળીને કુલ રૂ. 6,15,520નો મુદ્દામાલ સીઝ કરાયો
ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાની આશંકા. પોલીસે સ્થળ પરથી બેડી વિસ્તારના રહેવાસી એવા પાંચ શખ્સોની અટકાયત કરી

જામનગરમાં સસ્તા અનાજનાં જથ્થાની શંકાસ્પદ હેરફેર ઝડપાઈ છે. સિટી બી ડિવિઝન પોલીસે પાણાખાણથી બેડી બંદર રોડ પર સફળ કાર્યવાહી કરી છે . માલવાહક વાહનમાંથી 3,000 કિલો ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાની આશંકા છે . પોલીસે સ્થળ પરથી બેડી વિસ્તારના રહેવાસી એવા પાંચ શખ્સોની અટકાયત કરી છે . પોલીસ દ્વારા BNSS કલમ 35(1)(e) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ઘઉં અને વાહન મળીને કુલ રૂ. 6,15,520નો મુદ્દામાલ સીઝ કરાયો છે . બનાવ અંગે જામનગર જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી ચેહ . સસ્તા અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરાઈ છે. પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડનું મૂળ શોધવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
