News of Friday, 25th September 2026
ભાવનગર મેડિકલ કોલેજમાં સહ પ્રાધ્યાપક ડો. કિન્નર દેસાઇનું શંકાસ્પદ મોત
ચાર દિવસથી કોલેજે ન આવતા ગોકુલધામ ફલેટમાં તપાસ કરતા કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યોઃ કારણ અંગે તપાસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫ :.. ભાવનગર સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. કિન્નર સોમાભાઈ દેસાઈનો પોતાના બંધ ફલેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળતદેહ મળ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ભાવનગર સરકારી મેડિકલ કોલેજ સાથે છેલ્લા ૧૦ વર્ષથી જોડાયેલાં એનાટોમી વિભાગના સહ પ્રાધ્યાપક ડો. કિન્નર દેસાઈ કોલેજમાં છેલ્લાં ચાર દિવસથી તેની ફરજ પર આવતા ન હતા. જેમાં છેલ્લા મોબાઈલ ફોન દ્વારા પણ સંપર્ક ન થતા મેડિકલ કોલેજમાંથી ડો. દેસાઈના ટોપ થ્રી સર્કલ પાસેના ગોકુલધામ ફલેટ નંબર-૨૦૧માં તપાસ કરવામાં આવી ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. જે પછી સ્થાનિક ભાવનગર પોલીસ અને ફાયર વિભાગની ટીમની મદદથી દરવાજો તોડી બંધ ફલેટ પ્રવેશ કરતા બેડ પર થોડી કોહવાઈ ગયેલી હાલતમાં ડો. દેસાઈ મળતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી.
ભાવનગર સરકારી મેડિકલ કોલેજના સહ પ્રાધ્યાપક ડો. કિન્નર દેસાઈના શંકાસ્પદ મોતની ખબર વાયુવેગે ફેલાતા તબીબી જગતમાં ભારે ઉચાટ સાથે શું બન્યું હશે? તેને લઈ અનેક ચર્ચા ઓ વહેતી થઈ હતી. ભાવનગર પોલીસે ડો. દેસાઈ મળતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે શુક્રવારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ મોત પરનો પડદો ઊંચકાશે. મળતક ડો. કિન્નર દેસાઈ અમદાવાદ જિલ્લાના વતની છે. તેમજ પુત્ર સાથે અમદાવાદમાં રહેતા તેના પત્ની મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
