તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
મોટી ગોપની દીકરીના અપહરણ અને ગોંધી રાખવાની શંકાઃ પિતા દ્વારા જામજોધપુર પોલીસમાં કરાયેલ અરજી

(જીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા.૧: તાલુકાના મોટી ગોપ ગામના રહીશ રાજેશ કાન્તીભાઈ જોષીની દિકરી મોહિની ને ધુનડા ગામનો સ્મિત કાન્તીલાલ શીલું તા. ૫- ૫ - ૨૬ના રોજ ઉપાડી ગયો હોય જે અંગે દીકરીના પિતાએ સ્મિત ના પિતા કાન્તીભાઈ ભાણજી શીલુને ફોન કરતા અને ધુનડા ગામે દીકરીના તપાસ અર્થે ગયેલ રાજેશભાઈ જોષીને સ્મિત ના પિતા કાન્તીભાઈ શીલુ અને તેમના બીજા ભાઈઓએ ઘેરી લઈ એકસંપ કરી હાથ પગ ભાંગી નાખવાની અને બીજા દવારા મરવી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ કરેલ પણ હજુ સુધી પગલા લેવાયા નથી.
વધુમાં મોટી ગોપના રહીશ અને દીકરી મોહિની ના પિતા ના જણાવ્યા મુજબ પોતાની દીકરીને આરોપી ઓ દ્વારા કયાંક ગોંધી રખાઈ હોય અને દુઃખ ત્રાસ આપી મારી નખાયા ની શંકા વ્યક્ત કરાઈ છે. તેમજ દીકરી નો કોઈ પતો નથી અને દીકરીના બાપને કોઈ મેરેજ સર્ટિફિકેટ પણ મળેલ નથી તેમજ દીકરીને ભગાડી લઈ જનાર સ્મિત કાન્તીભાઈ શિલુની લગ્ન કરવા માટે કાયદા મુજબની ઉંમર પણ થઈ નથી ત્યારે હવે આ પ્રકરણ માં જામજોધપુર પોલીસ કયારે કડક કાર્યવાહી કરશે તે જોવાનુંરહ્યું.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
