<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

કોડીનારના વલાદર ગામે યુવકનો ભોગ લેનારી શંકાસ્પદ સિંહણ આખરે પાંજરે પુરાઈ

૩૬ કલાકથી વધુની કવાયત બાદ વન વિભાગને સફળતા, ગ્રામજનોમાં રાહત

કોડીનાર: કોડીનાર તાલુકાના વલાદર ગામે ૩૧ વર્ષીય મહેશભાઈ પ્રતાપભાઈ રાઠોડના મોતની ઘટનામાં સિંહણ આખરે પાંજરે પુરાઈ છે. યુવક પર હુમલાની ઘટના બાદ વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે સતત કવાયત હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ સ્થળોએ ત્રણ પાંજરાં ગોઠવ્યા બાદ ૩૬ કલાકથી વધુ સમયની જહેમતને અંતે સિંહણ પકડાતાં ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, તા. ૧૪ ઓક્ટોબરની વહેલી સવારે મહેશભાઈનો મૃતદેહ તેમના ઘરથી આશરે ૩૦૦ મીટર દૂર ખેતરમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ભય અને રોષ ફેલાયો હતો. હવે સિંહણને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવશે.

(11:10 PM IST)