તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
પોરબંદરમાં ચોમાસામાં આપત્તીજનક સ્થિતિમાં રાહત બચાવ કાર્યમાં સહકાર માટે વિવિધ સંસ્થાઓની ખાતરી
મેયર સાગરભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને ચોમાસામાં તકેદારીની પૂર્વ તૈયારીઓ માટે મહાનગરપાલિકા સાથે સંકલન બેઠક મળી

(પરેશ પારેખ દ્વાર) પોરબંદર તા. ર૭ :.. મોનસૂન-૨૦૨૬ પૂર્વ તૈયારીઓ માટે મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં મેયરશ્રી સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આપત્તિ સમયે સંકલિત કામગીરી, વળક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ માટે અપીલ બદ વિવિધ સંસ્થાઓએ ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાની સાથે ખડેપગે રહેવાની તેમજ આપતીમાં બચાવમાં રાહત કાર્યો માટે ખાતરી આપી હતી.
આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેયર શ્રી સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, અગાઉના ચોમાસા દરમિયાન વિવિધ સંસ્થાઓએ પૂર, ભારે વરસાદ અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિમાં ફૂડ પેકેટ વિતરણ તેમજ બચાવ અને રાહત કામગીરીમાં નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. આ વર્ષે પણ એ જ ભાવનાથી મહાનગરપાલિકાને સહયોગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સૌના સંયુક્ત પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
શહેરના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ. જે. પ્રજાપતિએ ચોમાસાની ઋતુ દરમિયાન વધુમાં વધુ વળક્ષારોપણ કરવા તેમજ જાહેર પ્લોટોમાં પણ વળક્ષોનું વાવેતર કરવા સંસ્થાઓને અપીલ કરી હતી. ઉપરાંત ઘરેથી કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ, ભીના અને સૂકા કચરાના અલગ સંગ્રહ તથા સ્વચ્છતા અભિયાનમાં મહાનગરપાલિકાને સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ બેઠક દરમિયાન અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ. જે. પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે થયેલી બદલી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોરબંદરમાં કાર્યકાળ દરમિયાન શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે કરેલી કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોનસૂન દરમિયાન મહાનગરપાલિકા સાથે સંકલન જાળવી રાખી આપત્તિ સમયે જરૂરી તમામ પ્રકારની મદદ માટે ખડેપગે રહેવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, હર્ષ પટેલ તથા વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
