<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઉનાઃ વૃધ્‍ધ મહિલાની હત્‍યા બાદ લુટમાં ભાણિયાની પત્‍ની ઝડપાઇ

સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે હત્‍યાનો ભેદ ઉકેલ્‍યોઃ વાડીના મકાનમાં એકલા રહેતા વૃધ્‍ધા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલા બાદ સોનાના વેઢલા અને કાનની સોનાની સરની લૂંટ કરી હતીઃ હત્‍યા કરીને લોહીવાળા હાથ ધોતી હોય તેવા આરોપી મહિલાના ફુટેજ કેમેરામાં કેદ

 (નવીન જોષી દ્વારા) ઉના તા. ર૭ :.. ઉના તાલુકાના ભીંગરણ ગામે ૮૫ વર્ષીય રખમાઈબેન પીઠાભાઈ બાંભણિયાની હત્‍યાના ચકચારી બનાવમાં મળતકના ભાણિયાની પત્‍નીને પોલીસે ઝડપી લીધી છે.

વૃધ્‍ધાની  હત્‍યા બાદ મહિલા લોહીવાળા હાથ પાણીથી ધોઈને  આરોપી મહિલા પોતાના ઘરે જતી હતી ત્‍યારે ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે મહિલાના ઘરેથી વળદ્ધાના લૂંટાયેલા સોનાનાં દાગીના પણ કબજે કર્યા છે.

બે દિવસ પહેલા વળદ્ધ મહિલા ની કોઈ અજાણ્‍યા શખ્‍સએ સોનાના દાગીના લૂંટી હત્‍યા કર્યાની મળતક ના દીકરા અરજણભાઈ પીઠા ભાઈ બામભણીયા રે. ભીંગરણ એ નવા બંદર મરીન પોલીસ મા ફરિયાદ નોંધવી હતી.

ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ની સૂચના થી ઉનાના નાયબ પોલીસ અધિશક એમ. એફ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ, નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પરમાર અને ડોગ સ્‍કવોડ અને એફ એસ. એલ. ની મદદ થી ગામ ના સી. સી. ટી વી. કેમેરા ના ફૂટેજ ચેક કરી જોતા એક મહિલા  વળદ્ધ મહિલા ના ઘર મા આવી હતી તે મહિલા મરણ જનાર રાખમાઈ બેન પીઠા ભાઈ ના ભાણેજ ડાયા ભાઈ જેશાભાઈ પામક ની પત્‍ની ભાણી બેન ડાયા ભાઈ આવી હતી અને હત્‍યા કરી સોનાના વેઢલા અને સોનાની કાન ની સર લૂંટ કરી ઘર ની બહાર નીકળી પાણી થી લોહી વાળા  હાથ ધોતી જોવા મળી હતી.

 હત્‍યા કરનાર મહિલા અને તેનો પતિ ભીંગરણ ગામમાં જ રહેતાં હતાં. મહિલા ભાણી બેન અવારનવાર વળદ્ધાના ઘરે આવતી-જતી હતી. ઘટનાના દિવસે બપોરે આશરે દોઢ વાગ્‍યે મહિલા વળદ્ધાના ઘરે પહોંચી હતી. તે સમયે રખમાઈબેન તેના માટે ચા બનાવી રહ્યાં હતાં. દરમિયાન મહિલાએ તીક્ષ્ણ હથિયાર વડે વળદ્ધાના કાન અને ગળાના ભાગે હુમલો કર્યો હતો, જેમાં વળદ્ધાનું મોત નીપજ્‍યું હતું.

વૃધ્‍ધાની હત્‍યા બાદ મહિલા પાણીમાં લોહીવાળા હાથ ધોઈને પોતાના ઘરે જતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બીજી તરફ, મહિલાના ઘરેથી પોલીસે  વળદ્ધાનાં લૂંટાયેલાં સોનાનાં બે બૂટિયા અને ત્રણ કડી કબજે કરવામાં આવ્‍યાં છે.

નવાબંદર મરીન પોલીસ, જિલ્લા પોલીસ અને ઉના વિભાગના ડીવાયએસપી મહાદેવ ચૌધરી સહિતના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે અને હત્‍યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર કબજે લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ગણતરીના દિવસમા હત્‍યા સાથે લૂંટનો ગુનાનો ભેદ ઉકેલી નાખી સફળતા મેળવી હતી.

(1:23 PM IST)