તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Friday, 22nd May 2026
સુરેન્દ્રનગર પોલીસની ડ્રાઇવઃ લિસ્ટેડ ગુન્હેગારોની ઘરની તલાશીઃ ૮ની અટકાયતઃ ૧૦૦ કર્મી દ્વારા કામગીરીઃ બે કરોડની વિજચોરી ઝડપાઇ
કતલખાનામાં આખુ કોલ્ડ સ્ટોરેજ વિજચોરીથી ચાલતુ'તુઃ એક જ જગ્યાએ ૨૫ લાખની વિજચોરી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રરઃ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો ત્યારે પીજીવીસીએલ વિભાગ અને સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમો દ્વારા દરોડા ની કામગીરી યથાવત રાખવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરના જિલ્લા પંચાયત રોડથી લઈ અને રાજ હોટલ સુધી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજિત ૨૦૦થી વધુ મકાનો અને ગોડાઉનમાં વીજચોરી ઝડપાઈ છે અને અંદાજિત બે કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ છે.
સુરેન્દ્રનગર એએસપી વૈદિકા બિહાની અને તેમની પોલીસ વિભાગની ટીમો દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યે સીટી પોલીસ સ્ટેશન ખાતે પૂરતા સ્ટાફ સાથે અને પીજીવીસીએલ વિભાગની અલગ અલગ ટીમોને સાથે રાખી અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘાંચીવાડ નજીક આવેલ કતલખાનામાંથી સૌથી મોટી વીજ ચોરી ઝડપાઈ હોવાનો ધડાકો થયો છે.
કતલખાનું બનાવવામાં આવ્યું છે ત્યાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણો લેવામાં આવ્યા હતા અને આખું જે કોલ્ડ સ્ટોરેજ છે તે ગેરકાયદેસર વીજ પાવર ઉપર ચલાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું અંદાજિત ૨૫ લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે આ કતલખાનાના લાઇસન્સો આપવામાં આવ્યા છે તે રીન્યુ પણ નથી થયા. જોકે છેલ્લા અનેક વર્ષોથી આ કતલખાનામાં રાખવામાં આવેલા કોલ્ડ સ્ટોરેજ તેમ જ ફ્રીજ એસી અને અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો વીજ ચોરીથી ચલાવવામાં આવતા હતા ત્યારે અંતે દરોડા પાડી અને કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરમાં વીજ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અંદાજિત ૨૦૦ થી વધુ ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપી પાડવામાં આવ્યા છે. કતલખાનામાં અંદાજિત ૨૫ લાખથી વધુને વીજ ચોરી ઝડપાયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જીવ દયા પ્રેમીઓમાં અંદરો અંદરનો ગણગણાટ ફેલાયો છે સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા કતલખાનાઓ બંધ કરાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે અબોલ પશુઓના જીવ લેવામાં આવી રહ્યા છે અને તેની સરકાર દ્વારા પણ કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવી નથી જે લાયસન્સો છે તે વર્ષોથી રીન્યુ નથી થયા તે છતાં પણ તે લાયસન્સોના આધારે કતલખાના ચલાવવામાં આવતા હોય છે અને તંત્ર દ્વારા તે ચાલવા પણ દેવામાં આવતા હોવાનો ગણગણાટ ફેલાયો છે ત્યારે આ અંગે કતલખાનાઓ બંધ કરાવવામાં આવે અને જે અબોલ પશુઓના જીવો લેવામાં આવી રહ્યા છે તે પણ બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
