<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સુરેન્‍દ્રનગરનાં પત્રકાર વિપુલ જોશીનું હૃદયરોગના હુમલામાં મોત

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: સુરેન્‍દ્રનગર શહેરના પ્રિન્‍ટ મીડિયા દિવ્‍યભાસ્‍કરના બ્‍યુરો ચીફ અને હેડ એવા મિલનસાર સ્‍વભાવ અને હસમુખા અને મોટું મિત્ર વર્તુળ ધરાવતા રાજકીય ક્ષેત્રમાં પણ તેમની એક આગવી ઓળખ પત્રકાર મિત્રોમાં પણ નાના મોટા કાર્યોમાં સહભાગી બની અને સહયોગ આપેલ તેમ જ તેમના વેપારી મિત્રોમાં પણ એક પોતાની આગવી છાપ ધરાવતા એવા નાની વયના પ્રિન્‍ટ મીડિયા દિવ્‍ય ભાસ્‍કરના બ્‍યુરો ચીફ અને હેડ એવા વિપુલભાઈ કનૈયાલાલ જોશીનું મોડી રાત્રીના હૃદય રોગના હુમલામાં દુઃખદ અવસાન થતા પરિવાર તેમજ પત્રકાર મિત્રો સગા તોહી સંબંધીઓમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

હોસ્‍પિટલ ખાતે મોડીરાત્રીના જાણકારી મળતાની સાથે પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્‍યામાં દોડી ગયા હતા પરંતુ વિપુલભાઈ જોશીને હૃદય રોગનો હુમલો પ્રાણઘાતક નીવડ્‍યો હતો ત્‍યારે પરિવારમાં ભારે શોખ ની લાગણી છવાઈ જવા પામી હતી અને પોતે સુરેન્‍દ્રનગર જિલ્લાના પાણશીણા ગામના વતની હતા ત્‍યારે તેમની આજે ૧૧:૩૦ કલાકે સ્‍મશાન યાત્રા પાણશીણા ગામેથી નીકળી હતી.

જેમાં પત્રકાર મિત્રો રાજકીય આગેવાનો વેપારી મિત્રો સગા તોહી સંબંધીઓ સહિતના મોટી સંખ્‍યામાં તેમની સ્‍મશાન યાત્રામાં જોડાયા હતા અને તેમના પુત્ર ધર્મ વિદેશથી સુરેન્‍દ્રનગર ખાતે પહોંચી ગયા હતા.

તેના પરિવારમાં કનૈયાલાલ પિતાશ્રી તેમજ નયનાબેન માતળશ્રી પત્‍ની નૂતનબેન તેમજ પુત્રી કળતિબેન જમાઈ કિશોરભાઈ અને પુત્ર ધર્મ તેમજ પુત્રી કળતિબેનની પુત્રી પ્રગતિ સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. નાની વયે દુઃખદ અવસાન થતાં પરિવાર પત્રકાર મિત્રોમાં ભારે દુઃખની લાગણી છવાઈ જવા પામી હતી.

(11:41 AM IST)