<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વઢવાણના વાઘેલા ગામની સીમમાં ખાણ વિસ્‍તારમાં સુરેન્‍દ્રનગર ડિવિઝન પોલીસે જપ્‍ત કરાયેલ દારૂનો નાશ કર્યો

 

વઢવાણઃ સુરેન્‍દ્રનગર ‘‘એ'' ડિવિઝન પોલીસ સ્‍ટેશન, જોરાવરનગર પોલીસ સ્‍ટેશન તેમજ વઢવાણ પોલીસ સ્‍ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ ઇંગ્‍લિશ દારૂની બોટલો નંગ ૧૧૭૨૫ જેની કિંમત ૯૪૩૮૪૬૩ નો નાશ કરવામાં આવ્‍યો. વઢવાણ ખાતે આવેલી સ્‍વામીની ખાણમાં વઢવાણના એસડીએમ ભરવાડ તથા ડીવાયએસપી વેધીકા બિહાનીની અધ્‍યક્ષતામાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમો અનુસાર પોલીસની હાજરીમાં જપ્ત કરાયેલ ઇંગ્‍લિશ દારૂનો નાશ કરવામાં આવ્‍યો હતો. કાર્યવાહી દરમિયાન સંબંધિત અધિકારીઓ તથા પોલીસ સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:25 AM IST)