તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો અચાનક મોટો નિર્ણય :જિલ્લાના કુલ 443 પોલીસકર્મીઓની સામૂહિક બદલી
ડિવિઝનમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને અન્ય ડિવિઝનમાં ખસેડવામાં આવ્યા :મોટી સંખ્યામાં બદલીના આદેશો બહાર પડતાં પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અચાનક મોટો પ્રશાસનિક નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 443 પોલીસકર્મીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે.
આ બદલી ઓર્ડર મુજબ ડિવિઝનમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને અન્ય ડિવિઝનમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત જે કર્મચારીઓ એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી વધુ સમયથી કાર્યરત હતા તેમની પણ બદલી કરી દેવામાં આવી છે.
મોટી સંખ્યામાં બદલીના આદેશો બહાર પડતાં પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયને લઈને પોલીસ બેડામાં ખુશી અને અચરજ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કારણ કે લાંબા સમયથી સ્થિર પોસ્ટિંગમાં રહેલા કર્મચારીઓને હવે નવી જગ્યા પર મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ આ નિર્ણય વહીવટી સુધારા અને કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે લેવામાં આવ્યો છે. સતત એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવવાથી ઉભી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ મોટાપાયે બદલીનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
