News of Tuesday, 10th November 2026
યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના સુવર્ણ વાઘાનો અલૌકિક શણગાર: દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર
સંતોએ ભક્તોને નૂતન વર્ષાભિનંદન પાઠવી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને સર્વાંગી કલ્યાણ જળવાઈ રહે તેવી કષ્ટભંજનદેવના ચરણે પ્રાર્થના કરી

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રારંભે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા ભવ્ય સુવર્ણ વાઘાનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે દાદાના દિવ્ય દર્શન માટે સાળંગપુરધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સુવર્ણ વાઘાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દાદાના સિંહાસનને પણ રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. સવારે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે મંગળા આરતી યોજાઈ હતી, જ્યારે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી કરવામાં આવી હતી. આ અવસરે સંતોએ ભક્તોને નૂતન વર્ષાભિનંદન પાઠવી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને સર્વાંગી કલ્યાણ જળવાઈ રહે તેવી કષ્ટભંજનદેવના ચરણે પ્રાર્થના કરી હતી.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
