<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

મોરબીના રફાળેશ્વરમાં ‘તારો ભાઇ અજય ક્‍યાં છે?' પુછી સુનિતાબેન પર ધોકાવાળી

મહિલાને પ્રકાશ સહિતે મારકુટ કરીઃ સારવાર માટે રાજકોટ ખસેડાઇ

 

 

રાજકોટ તા. ૯: મોરબીના રફાળેશ્વરમાં રહેતી સુનિતાબેન ખીમજીભાઇ પરમાર (ઉ.વ.૨૭)ને તેણી સાંજે ચારેક વાગ્‍યે ગામમાં સરકારી શાળા પાસે હતી ત્‍યારે ગામના જ પ્રકાશ કોળી સહિતે ઝઘડો કરી લાકડાના ધોકાથી માર મારતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

સુનિતાબેનને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. તેણીના પતિ સિરામીકમાં કામ કરે છે. તેણીએ કહ્યું હતું કે મારા ભાઇ અજયને થોડા દિવસ પહેલા પ્રકાશ સાથે માથાકુટ થઇ હતી. ત્‍યારથી અજય ક્‍યાંક જતો રહ્યો છે. આ લોકો મારા ભાઇને શોધતા હોઇ મારી પાસે આવ્‍યા હતાં અને તારો ભાઇ ક્‍યાં છે? તેમ કહી ગાળો દેતાં મેં તેને અજય વિશે મને કંઇ ખબર નથી તેમ કહેતાં ઉશ્‍કેરાઇને ધોકાથી મારકુટ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

(12:28 PM IST)