News of Friday, 26th June 2026
મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં સુનિલ પર ત્રણ શખ્સોનો કુહાડાથી તૂટી પડયા
માથામાં ઇજાઃ વિક્રમ, રઘુ, હિમતે હુમલો કરતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૬: મોરબીમાં રહેતાં યુવાને પોતે રાતે પરિવારજનો સાથે વાળુ કરવા બેઠો હતો ત્યારે ઘર પાસે કેટલાક શખ્સો ગાળાગાળી કરતાં હોઇ તેણે ઘરમાં મહિલા સભ્યો છે અહિ ગાળો ન બોલો તેમ કહેતાં આ શખ્સોએ તેની સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી કુહાડાથી હુમલો કરતાં લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
મોરબીમાં કુબેર ટોકીઝ નજીક રહેતો સુનિલ ધમાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) સાંજે આઠેક વાગ્યે ઘરે હતો ત્યારે તેના વિસ્તારમાં જ રહેતાં વિક્રમ, રઘુવીર ઉર્ફે રઘુ અને હિમત સહિતનાએ ઝઘડો કરી ગાળો દઇ કુહાડાથી હુમલો કરી માથા શરીરે ઇજાઓ કરતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
સુનિલના કહેવા મુજબ તે હોર્ડીંગ લગાડવાની મજુરી કરે છે. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. સાંજે પોતે અને પરિવારના લોકો વાળુ કરતાં હતાં ત્યારે ઘર બહાર વિક્રમ, રઘુ, હિમત સહિતના ગાળાગાળી કરતાં હોઇ તેને ઘરથી દુર જવા સમજાવતાં ઉશ્કેરાઇ જઇ તુટી પડયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
