<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સુરેન્‍દ્રનગર સબજેલના કેદી દ્વારા આત્‍મહત્‍યાનો પ્રયાસ

જેલની અંદર એમડી લીધા હોવાનું આરોપી નરેશ દિનુભાઈ નું રટણઃ સારવારમા

 (ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: સુરેન્‍દ્રનગર ની સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા વારંવાર આત્‍મહત્‍યા કરવાના પ્રયત્‍ન કરવામાં આવતા હોવાના બનાવો વધી રહ્યા છે

ત્‍યારે હત્‍યા કેસના ગુનામાં સજા કાપી રહેલા નરેશભાઈ દિનુભાઈ દ્વારા પણ આત્‍મહત્‍યાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો ત્‍યારે નરેશભાઈ દિનુભાઈને સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલમાં તાત્‍કાલિક ધોરણે જેલ સ્‍ટાફ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા જેલના સ્‍ટાફ દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર નરેશભાઈ દિનુભાઈ દ્વારા જેલની અંદર દવા વધુ પડતી ખાઈ જવાના કારણે તેની તબિયત લથડી હોવાનું જણાવવામાં આવ્‍યું હતું પરંતુ વધુ પડતા ટીકડી લઈ અને આત્‍મહત્‍યાના ેપ્રયત્‍ન કરવામાં આવ્‍યા હોવાનું સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન સામે આવ્‍યું હતું.

ે વધુ પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી છે ત્‍યારે આ અંગે ફિઝિશિયન ડોક્‍ટર જયદીપ ગોસાઈ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા કેદી નરેશભાઈ દિનુભાઈ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું જેલની અંદર વધુ પડતું એમડી લઈ લેવામાં આવ્‍યું છે અને તેના કારણે તબિયત લથડવા પામી છે આખા શરીરમાં ખાલી ચડી જવા પામી છે અને શરીર પણ ખેંચાઈ રહ્યું છે અને ઊંઘ પણ આવી રહી નથી ત્‍યારે જેલની અંદર કોઈ રાજસ્‍થાનનો મિત્ર એમડી મંગાવ્‍યું હોય અને ત્‍યારબાદ તેના દ્વારા વધુ પડતું લઈ અને આત્‍મહત્‍યા કરવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યા હોવાનું પણ કેદી નરેશ વિનુભાઈ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું ત્‍યારે આ સમગ્ર મુદ્દે ડોક્‍ટરો પણ ચોકી ઉઠ્‍યા હતા.

 એમડી લીધું છે કે નહીં એ તો તપાસનો વિષય છે પરંતુ રાજસ્‍થાનથી કે કોઈ યુવક કેદીને અથવા આ યુવકને મળવા માટે આવ્‍યો હતો અને તેમાં એમડી આપ્‍યા હોવાનું વારંવાર કેદી દ્વારા રટણ કરવામાં આવતું હતું જો ખરેખર જેલમાં એમડી પહોંચ્‍યું હોય તો બેદરકારી ગણી શકાય પરંતુ આ અંગે તટસ્‍થ તપાસ થાય તો અને પ્રકારના મોટા ધડાકા થવાની શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(10:50 AM IST)