તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
ખાંડ કડવી બનીઃ બે દી’માં રૂ.પ.પ૦ નો વધારોઃ એક કિલોના રૂ.પ૪.પ૦
તહેવાર ટાણે જ તુવેરદાળના ભાવ પણ રૂ.૧પ વધ્યાઃ રસોડાનું બજેટ ખોરવાયું

(કૌશલ સવજીયાણી દ્વારા) ખંભાળીયાઃ આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે ખાંડ અને તુવેરદાળના ભાવમાં પણ વધારો શરૂ થયો છે.
ખાંડના ભાવ જથ્થાબંધમાં રૂ. ૪૯ પ્રતિ કિલો હતો તે વધીને આજે બે દિવસ પછી પ.પ૦ રૂ. ના વધારા સાથે પ૪.પ૦ ઉપર પહોંચ્યો છે. સટોડીયા જેવી વધઘટના લીધે વેપારીઓ તથા ગ્રાહકો મુંજવણમાં મુકાયા છે.
આવી જ રીતે તુવેરદાળના ભાવ પણ ૧પ રૂ. સુધી વધતા તહેવાર ટાણે જ ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
