<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો: ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ : સાયલા પંથકમાં કરા પડ્યા

સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ : સાયલા, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા તાલુકાઓમાં પણ વરસાદ: સાયલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. સાયલા, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. સાયલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. આ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે

(11:42 PM IST)