તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો :બાઢડા અને ખડસલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ
સાવરકુંડલાના બાઢડા, ખડસલી અને ધજડી ગામમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો : રામગઢ અને જાબાળ ગામમાં ધીમી ધારે ઝરમર વરસાદી ઝાપટાં પડ્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં બપોરના સમયે એકાએક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. સાવરકુંડલાના બાઢડા, ખડસલી અને ધજડી ગામમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે રામગઢ અને જાબાળ ગામમાં ધીમી ધારે ઝરમર વરસાદી ઝાપટાં પડ્યા હતા. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક શરૂ થયેલા આ વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
