તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો :સુરેન્દ્રનગર શહેર, જોરાવરનગર તેમજ વઢવાણ શહેરમા ધીમી ધારે વરસાદ શરૂ
માળોદ, મેમકા, ખમીસાણા, ખોલડીયાદ, કટુડા અને ઝાપોદર સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ સર્જાતા ખેતરોમાં પાણી ભરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તતા અસહ્ય ગરમી અને બફારાના વાતાવરણ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. બપોર બાદ અચાનક પલટાયેલા હવામાન સાથે સુરેન્દ્રનગર શહેર, જોરાવરનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે બાદમાં જોરદાર ઝાપટાંમાં ફેરવાયો હતો.
શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામીણ પંથકમાં પણ મેઘમહેર જોવા મળી હતી. માળોદ, મેમકા, ખમીસાણા, ખોલડીયાદ, કટુડા અને ઝાપોદર સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ સર્જાતા ખેતરોમાં પાણી ભરાયા હતા. લાંબા સમયના શુષ્ક વાતાવરણ બાદ વરસેલા વરસાદના કારણે સામાન્ય નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, જ્યારે ગ્રામ્ય સ્તરે વાવણી કરેલા પાકને બચાવવા માટે આ વરસાદ ખૂબ જ જરૂરી સાબિત થયો છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
