News of Tuesday, 5th May 2026
કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે ભારે પવન, માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગનું એલર્ટ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા પોરબંદર, વેરાવળ અને કચ્છના દરિયામાં વાતાવરણમાં પલટો, રાજકોટમાં પણ તેજ પવન ફૂંકાયો

રાજકોટ તા.૫ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આજે વહેલી સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદર, વેરાવળ અને કચ્છના દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે.
પવનની તેજ ગતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક સલામત સ્થળે પરત ફરવા અને હાલ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દરિયામાં ભારે પવન અને ઉંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરી છે.
દરિયાકાંઠા ઉપરાંત રાજકોટમાં પણ આજે સવારે છ વાગ્યે 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
