તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
ગોંડલના મોટા સખપરમાં હરેશ પર સગા ભાઇઓનો પથ્થરમારોઃ ઢીકાપાટુનો માર
શંકાસ્પદ વાહન ઘરે લઇને આવતાં ઠપકો આપતાં વલકુ અને નરશીએ ઉશ્કેરાઇ હુમલો કર્યોઃ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ગોંડલના મોટા સખપર ગામે રહેતાં યુવાન પર તેના જ બે સગા નાના ભાઇઓએ હુમલો કરી પથ્થરમારો કરી ઇજા પહોંચાડી તેમજ ઢીકાપાટુનો માર પણ મારતાં સારવાર માટે દાખલ થયો છે.
જાણવા મળ્યા મુજબ મોટા સખપર ગામે રહેતો હરેશભાઇ વલ્લભભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૬) સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે હતો ત્યારે બાજુમાં જ રહેતાં તેના બે સગા નાના ભાઇઓ વલકુ અને નરશીએ ઝઘડો કરી પથ્થરના ઘા કરી માથા, મોઢા પર ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં હરેશભાઇને છોડાવ્યો હતો. તેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.
હરેશભાઇના કહેવા મુજબ તે ખેતી કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં ત્રણ દિકરા તથા ત્રણ દિકરી છે. તેના ભાઇઓ વલકુ અને નરશી કોઇ શંકાસ્પદ વાહન કાગળો વગરનું હોઇ ઘરે લાવ્યા હોઇ તેણે તેને આવા ધંધા કરશે તો પોતે વ્યવહાર પુરો કરી નાંખશે તેમ કહી ઠપકો આપતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
