<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

રાજયકક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે અમરેલીમાં

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૬ : અમરેલીમાં રાજ્‍યકક્ષાએ સ્‍વતંત્રતા પર્વની ઉજવણીનો નિર્ણય લેવાયો છે. અમરેલીમાં જે તે વખતે રાજ્‍યનાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતીમાં ૨૦૦૮ માં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી બાદ રાજ્‍યકક્ષાએ કોઇ ઉજવણી અમરેલીમાં થઇ ન હતી પરંતુ આ વખતે રાજ્‍યકક્ષાએ ૧૫ મી ઓગષ્ટ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલીમાં કરવા રાજ્‍ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્‍યો છે.અમરેલીમાં રાજ્‍યકક્ષાએ ઉજવણી થાય તે માટે મંત્રી કૌશિક વેકરીયાએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને રજુઆત કરેલીતે ધ્‍યાને લઇ રાજ્‍યકક્ષાનો સ્‍વાતંત્રતા મહોત્‍સવ અમરેલીમાં ઉજવવા નિર્ણય લેવાતા સમગ્ર જિલ્લામાં ખુશી પ્રસરી ગઇ છે.જિલ્લાનાં વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સ્‍વાતંત્ર્ય પર્વે મુખ્‍યમંત્રી સહિત રાજ્‍ય સરકારનું અમરેલીમાં આગમન થશે.

(12:25 PM IST)