તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
જામનગર ઍરપોર્ટ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનુ સ્વાગત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ ઍરપોર્ટ ખાતે હાલારની પાવન ધરતી પર પધારેલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ પંચાલ(વિશ્વકર્મા)નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઍરપોર્ટના અરાઈવલ વિભાગ ખાતે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સહિત ભાજપના અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. સ્વાગત પ્રસંગે ઉપસ્થિત તમામ કાર્યકરોઍ ભાજપના ખેસ ધારણ કર્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કર્મીઓ પણ સ્થળ પર તૈનાત જોવા મળ્યા હતા
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
