તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
સુરેન્દ્રનગરમાં એસ.ટી. બસ અને બે કાર વચ્ચે અકસ્માત
ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીક ટ્રિપલ અકસ્માત

વઢવાણ, તા.૧૫: સુરેન્દ્રનગર રોડ ઉપર અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ સ્ટેશન સામે ત્રીપલ અકસ્માતની ઘટના સામે આવી છે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માતના પગલે એક કાર ડિવાઇડર ઉપર ચડી જવા પામી છે જેને લઇને ડીવાઈડરો પણ તૂટી ગયા છે અને કારને પણ નુકસાન પહોંચ્યું છે અને ડ્રાઇવરને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે અન્ય કારની એરબેગ ખુલી ગઈ હોવાના કારણે અન્ય કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત નથી બન્યા પણ કારણે નુકસાન થયું છે.
ત્રીપલ અકસ્માત બાદ રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાઈ જવા પામ્યો હતો જો કે સામે ટ્રાફિક પોલીસ હોવાના કારણે ત્યાં દોડી આવી હતી અને અકસ્માત સર્જાયેલા વાહનો હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાહન વ્યવહાર પુનઃ રીતે કાર્યરત કરવામાં આવ્યો હતો
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
