તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Monday, 16th November 2026
શ્રી શ્રી રવિશંકરજીએ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કર્યા
નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગતઃ મંદિર પરિસરની વ્યવસ્થા અને સ્વચ્છતાને બિરદાવી

રાજકોટઃ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ જેતપુર નજીક કાગવડ સ્થિત આસ્થાના પરમ કેન્દ્ર સમાન વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત જગતજનની માઁ ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીઓએ ઉપસ્થિત ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. દર્શન બાદ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે શ્રી ખોડલધામ મંદિરના ભવ્ય સ્થાપત્ય, સુચારું વ્યવસ્થાપન અને પરિસરની ઉડીને આંખે વળગે તેવી સ્વચ્છતા જોઈને અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મંદિર પરિસરની જાળવણી અને સુંદર વ્યવસ્થા બદલ તેમણે ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્વયંસેવકોની કામગીરીને મુક્તકંઠે બિરદાવી હતી. આ પ્રસંગે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ મંદિરે આવીને જાણ થઈ કે કેટલો સુંદર રીતે આખો સમાજ એકત્રિત થયો છે. જ્યારે કોઈ સમાજ એકત્રિત થાય છે ત્યારે અન્ય સમાજ પણ પ્રેરણા લે છે. એક એક સમાજ એકત્રિત થાય છે ત્યારે દેશ આગળ વધી શકે છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે વિભિન્ન રજવાડાઓને એક કરીને દેશને એક બનાવ્યો તેનો શ્રેય આ સમૂદાયને જાય છે. મા ખોડલના દર્શન કરીને ધ્વજારોહણનો લ્હાવો મળ્યો તે બદલ ખૂબ જ પ્રસન્નતા થઈ. જીવનમાં આધ્યાત્મિકતા કેળવવી જોઈએ કેમ કે આધ્યાત્મિકતા વિનાનું જીવન સુકું લાગે છે. સમાજમાં ધર્મની શિક્ષા ખૂબ જ આવશ્યક છે. બાળકોને શ્લોક, મંત્રો, પૂજા-અર્ચના શીખવવા જરૂરી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
