<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

છાત્રોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે રમતગમત આવશ્‍યક : આનંદપ્રિય સ્‍વામી

રાજકોટ ગુરૂકુલની સુરેન્‍દ્રનગર શાખામાં રમતોત્‍સવ નિયમિત રમતગમતથી જીવનમાં ગુણોનો વિકાસ : ડો. નિમિષ મુંગરા

રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુલ સંલગ્ન સુરેન્‍દ્રનગર ગુરૂકુલમાં રમતોત્‍સવ પ્રસંગે સંચાલકશ્રી આનંદપ્રિય સ્‍વામી તથા હરિભકતોની તસ્‍વીર.

રાજકોટ, તા. ર૪ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાન સંચાલિત સુરેન્‍દ્રનગર શાખામાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે હોસ્‍ટેલમાં નિવાસ કરતા આશરે ૧૧૦૦ વિદ્યાર્થીઓ માટે વિશાળ રમોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક તેમજ સામાજિક વિકાસને પ્રોત્‍સાહન આપવા માટે આયોજિત આ રમતોત્‍સવમાં વિવિધ વયજુથના વિદ્યાર્થીઓ બોલ પાસ ઝેરી, બોલ, ફુગા પાશ, રામ શ્‍યામ ઘનશ્‍યામ, વર્તુળનો રાજા, ફૂગા ફોડ, બોલ ગેમ્‍સ વગેરે મનોરંજક રમતો તથા ટીમ આધારિત સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે રાજકોટથી આવેલા હરિભકતો ડો. નિમિષભાઇ મુંગરા, રવિભાઇ સખીયા, ચંદ્રેશભાઇ સોજીત્રા, સંજયભાઇ માંગુકિયા, અશ્વિનભાઇ રાબડીયા, હરેશભાઇ ગરૈયા, સંજયભાઇ શેખલીયા, રમેશભાઇ હરખાણી તથા સાગરભાઇ ભંડેરીએ વિદ્યાર્થીઓને રમતગમતનું જીવમાં રહેવું મહત્‍વ સમજાવતા જણાવ્‍યું હતું કે નિયમિત રમતગમતથી શરીર તંદુરસ્‍ત રહે છે, મને એકાગ્ર બને છે અને જીવનમાં શિસ્‍ત, સહકાર, નેતૃત્‍વ તથા હકારાત્‍મક સ્‍પર્ધાત્‍મકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. તેમણે વિદ્યાર્થીઓને અભ્‍યાસની સાથે રમતગમતને પણ જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રેરણા આપી હતી.

રમોત્‍સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, કૌશલ્‍ય અને ટીમભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યુ હતું. વિવિધ સ્‍પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહક ઇનામો અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

ગુરૂકુલના સંચાલક શ્રી આનંદ સ્‍વામીજી જણાવ્‍યું હતું કે શિક્ષણની સાથે રમતગમત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્‍યંત આવશ્‍કય છે. ગુરૂકુલમાં નિયમિતપણે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં આત્‍મવિશ્વાસ, સાહસિકતા અને સ્‍વસ્‍થ જીવનશૈલીના સંસ્‍કારોનું સિંચન કરવામાં આવે છે.

(11:27 AM IST)