તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 30th September 2026
જામનગરમાં વન્યજીવ સપ્તાહ નિમિત્તે તા. 4 ઓક્ટોબરે ટાઉનહોલ ખાતે વિશેષ ટોક શો નું આયોજન
પતંગિયાંની રંગબેરંગી દુનિયા અને ફોટોગ્રાફી વિષય પર નિષ્ણાતો આપશે માર્ગદર્શન, એન્ટ્રી ફ્રી અને કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નહીં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ પ્રકૃતિ પ્રત્યે સંવેદના કેળવવા, જૈવવિવિધતાનું મહત્ત્વ સમજવા અને વન્યજીવ સંરક્ષણમાં લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી જામનગર વન વિભાગ દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિશેષ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 4 ઓક્ટોબર, રવિવારે જામનગરના ટાઉનહોલ ખાતે સવારે 9:00 વાગ્યાથી યોજાશે.
“પ્રકૃતિ પ્રેરણા આપે છે, અનુભવો જ્ઞાન આપે છે અને સાથે મળીને આપણે સંરક્ષણ કરીએ છીએ” — આ ભાવના સાથે યોજાનારો કાર્યક્રમ પ્રકૃતિને વધુ નજીકથી જાણવાનો અને તેને જોવાનો નવો દૃષ્ટિકોણ મેળવવાનો અવસર બની રહેશે. પતંગિયાંની રંગબેરંગી દુનિયા અને ફોટોગ્રાફીની સર્જનાત્મક દૃષ્ટિ દ્વારા પ્રકૃતિ પ્રત્યે રસ અને જિજ્ઞાસા જગાડવાનો આ પ્રયાસ છે.
કાર્યક્રમમાં શિવમ ભટ્ટ ‘પતંગિયાં’ વિષય પર પોતાના અનુભવો અને જાણકારી રજૂ કરશે, જ્યારે શ્રી સૌરભ દેસાઈ ‘ફોટોગ્રાફી’ વિષય પર પોતાના અનુભવો અને વિચારો રજૂ કરશે. પ્રકૃતિપ્રેમીઓ તેમજ ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકો માટે આ બંને વિષયો જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહેશે.
કાર્યક્રમ બે સત્રમાં યોજાશે. પ્રથમ સત્ર સવારે 09:00 થી 11:00 કલાક અને દ્વિતીય સત્ર સવારે 11:15 થી બપોરે 01:30 કલાક દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ જામનગર વન વિભાગ દ્વારા વિનામુલ્યે રાખવામાં આવેલ છે, જેમાં ભાગ લેવા માટે કોઈપણ રજીસ્ટ્રેશનની જરૂર નથી. જામનગર વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, પ્રકૃતિ અને વન્યજીવપ્રેમીઓ, ફોટોગ્રાફીમાં રસ ધરાવતા લોકો, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તથા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
