<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ સ્‍વચ્‍છતા અભિયાનઃ ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી અને પાલિકા ટીમે શહેરના માર્ગો કર્યા સ્‍વચ્‍છ

(લિતેશ ચંદારાણા દ્વારાઃ વાંકાનેરઃ ગાંધીજીની જન્‍મજયંતિના અવસરે વાંકાનેર શહેરમાં સ્‍વચ્‍છતાનો સંદેશ જન-જન સુધી પહોચાડવાના હેતુથી વાંકાનેર નગરપાીલકા દ્વારા વિશેષ સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું, સ્‍થાનિક ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીની અધ્‍યક્ષતામાં યોજાયેલી આ ઝુંબેશમાં શહેરના મુખ્‍ય જાહેર માર્ગો, બજારો અને શૈક્ષિક પરિસરોની સઘન સાફ-સફાઇ કરવામાં આવી હતી.  માર્કેટ ચોક, ગર્લ્‍સ હાઈસ્‍કૂલ રોડ તેમજ મુખ્‍ય માર્ગો પર પદાધિકારીઓ, આગેવાનો અને સફાઈ કર્મીઓએ સાથે મળીને સફાઈ કરી હતી. આ તકે ઉપસ્‍થિત નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને પોતાના ઘર તેમજ દુકાનની આસપાસ કચરો ન ફેંકવા અને વાંકાનેરને સ્‍વચ્‍છ-સુંદર રાખવા અપીલ કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરાએ જણાવ્‍યું હતું કે, શહેરમાં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવે છે. આ સ્‍વચ્‍છતા અભિયાનમાં નગરપાલિકા ઉપપ્રમુખ માધવીબેન દવે, કાઉન્‍સિલરો સર્વશ્રી બ્રિજરાજસિંહ ઝાલા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, જિગ્નેશ નાગ્રેચા, દિનેશ સોલંકી, દીપક ધામેચા, ગીતાબેન દોશી, દક્ષાબેન સંઘવી, વિદ્યાબેન તેમજ ભાજપ સંગઠનના કાર્યકરો, મહિલા મોરચાના આગેવાનો તથા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને શ્રમદાન કર્યું હતું.

(11:34 AM IST)