<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતમાં થતા સિંહોના મોતને અટકાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર

અમરેલી-ભાવનગર હાઈવે પર મહુવાથી ટીંબી સુધી કુલ 19 હોટસ્પોટની ઓળખ પૂર્ણ :રાજુલા-કોસ્ટલ હાઈવે પર પણ અકસ્માત અટકાવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ

અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતમાં સિંહોના થતા મોતને રોકવા માટે વન વિભાગ અને હાઈવે ઓથોરિટી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમરેલી-ભાવનગર હાઈવે પર મહુવાથી ટીંબી સુધી કુલ 19 હોટસ્પોટની ઓળખ પૂર્ણ કરવામાં આવી છે, જ્યાં સિંહોની અવરજવર વધુ રહે છે. ઉપરાંત રાજુલા-કોસ્ટલ હાઈવે પર પણ અકસ્માત અટકાવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વન વિભાગ અને હાઈવે ઓથોરિટીએ સંયુક્ત મુલાકાત લઈને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. હોટસ્પોટ વિસ્તારોમાં રમ્બલ સ્ટ્રીપ અને કેટઆઈ લાઈટ લગાવવાની કામગીરી હાથ ધરાશે. સાથે જ વન વિભાગે 20 રોડ સેવકોની જોગવાઈ અમલમાં મૂકી છે. ACF વિરલસિંહ ચાવડાએ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈ માર્ગદર્શન આપ્યું હતું.

(10:19 AM IST)