<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

જામનગર ગુરુદ્વારામાં એસ.પી. ડૉ. રવિ મોહન સૈનીએ પરિવાર સાથે લંગરની પ્રસાદી ગ્રહણ કરી

ગુરુદ્વારામાં સેવા, સમાનતા અને માનવતાના સંદેશ સાથે લંગરની પરંપરામાં સહભાગી બનીને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ :         જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક (એસ.પી.) ડૉ. રવિ મોહન સૈનીએ પરિવાર સાથે જામનગર સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ગુરુદ્વારામાં શીશ નમાવી ગુરુઘરની પવિત્ર પરંપરા મુજબ પરિવાર સાથે લંગરની પ્રસાદી ગ્રહણ કરી હતી.

             ગુરુદ્વારામાં સેવા, સમાનતા અને માનવતાના સંદેશ સાથે ચાલતી લંગરની પરંપરામાં સહભાગી બની તેમણે આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો.આ પ્રસંગની તસવીરમાં એસ.પી. ડૉ. રવિ મોહન સૈની પરિવાર સાથે લંગરની પ્રસાદી ગ્રહણ કરતા નજરે પડે છે.

(1:13 PM IST)