<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

દક્ષિણ ગુજરાત માથે આકાશી આફતનું સંકટ: આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની ગંભીર ચેતવણી

માત્ર વરસાદ જ નહીં પરંતુ ૪ અને ૫ જુલાઈએ દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે : જાણીતા હવામાન નિષ્ણાત અથ્રેયા સેટ્ટીની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૩ : ગુજરાતમાં ચોમાસું આગામી દિવસોમાં વધુ તોફાની બને તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અથ્રેયા સેટ્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા પૂર્વાનુમાન અનુસાર, આગામી તારીખ ૩ થી ૫ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 

આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, અત્યંત ભારે વરસાદ (૧૨ થી ૨૦ ઇંચ): સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં આકાશી આફત ઉતરી શકે છે. અહીં ૩૦૦ થી ૫૦૦ mm જેટલો અત્યંત ભારે વરસાદ ખાબકવાની આશંકા છે. ભારે વરસાદ (૮ થી ૧૨ ઇંચ): ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે અને ૨૦૦ થી ૩૦૦ mm જેટલો સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

 

 તારીખ વાઇઝ એલર્ટ અને સંભવિત પરિસ્થિતિ

 

 

આજે ૩ જુલાઈએ ઓરેન્જ એલર્ટ.સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી સંભાવના છે.

 

 

 

 

કાલે રેડ એલર્ટ  - અત્યંત ગંભીર સ્થિતિ

 

 

 

શનિવારે બપોરે ૧૨ વાગ્યા પછી સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર અને ભાવનગરમાં પણ ભારે વરસાદ ખાબકશે.

 

 

રવિવારે ખાસ સાવધાન 

 

 

રવિવારે પણ આકાશી આફત શાંત નહીં થાય. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા અને ભાવનગરમાં ૨૦૦ થી ૩૦૦ mm અથવા તેનાથી પણ વધુ વરસાદ વરસી શકે છે. નદીઓના જળસ્તરમાં ઝડપી વધારો થવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની દહેશત છે.

 

 પૂરની સાથે તેજ પવનની પણ આફત!

 

હવામાન નિષ્ણાત અથ્રેયા સેટ્ટીના રિપોર્ટ અનુસાર, માત્ર વરસાદ જ નહીં પરંતુ આગામી ૪ અને ૫ જુલાઈએ દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

(9:21 AM IST)