<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સોરઠ-ગીર સોમનાથ શરૂઆતમાં જ જળબંબોળ

હજુ કચ્‍છ, જામનગર, દેવભુમી દ્વારકા, અમરેલી, રાજકોટ, સુરેન્‍દ્રનગર સહિતના જીલ્લામાં સાર્વત્રિક વરસાદની રાહ : ૪૮ કલાકથી માંગરોળ, માળીયાહાટીના, કેશોદ, સુત્રાપાડા, પાટણ વેરાવળ, જામજોધપુર, ભેંસાણમાં પાંચ ઇંચથી ૧૮ ઇંચ સુધી વરસાદ ખાબકયો

મોટી પાનેલીઃ સૌરાષ્‍ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું છે. રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ છે. ધોરાજી-ઉપલેટા હાઇવે ઉપર ખેતરોમાં પાણી ભરાયા છે. હાઇવે પર પાણી ફરી વળ્‍યું હતું. સુપેડી ટોલનાકાથી ઉપલેટા સુધી રસ્‍તા પર પાણી પાણી છે. ઉપલેટાના મોટી પાનેલીમાં ‘બારે મેઘખાંગા' થયા હતા. મુશળધાર વરસાદ પડયો હતો. જીલમીલ ચોક વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. પાનેલી નદીમાં ઘોડાપૂર આવ્‍યા હતા.  જામજોધપુરના ગિંગણી અને સિદસર ઉમિયા ધામ વિસ્‍તારમાં ઘોઘમાર વરસાદ પડયો છે. આખા તાલુકામાં મેઘતાંડવ જેવી સ્‍થિતિ છે. કાલાવડના રીનારી ગામે ધોધમાર વરસાદ પડતા બાલંભડી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. માંગરોળ-કેશોદન ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અનરાધાર વરસાદ ચાલુ છે. અમુક જગ્‍યાએ ૧૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નદીઓ ગાંડીતૂર બની દરિયામાં વહી રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્‍તારોના લોકોને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે. ધોરાજીથી જૂનાગઢ વચ્‍ચે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાં આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી યથાવત છે.(ચંદ્રેશ હિરાણી-‘અકિલા' ફેસબુક લાઈવ-મોટી પાનેલી)

રાજકોટ, તા. ૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાના પ્રારંભથી જ ગીર સોમનાથ અને સોરઠમાં મેઘરાજાએ વધુ હેત વરસાવતા ૧૮ ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર જળબંબોળની સ્‍થિતી સર્જાઇ છે.

છેલ્લા ૪૮ કલાકથી જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજાનો મુકામ  છે અને સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. ખેડૂતો વાવણી કાર્યમાં વ્‍યસ્‍ત થઇ ગયા છે.

બે દિવસમાં માંગરોળ, માળીયાહાટીના, કેશોદ, સુત્રાપાડા, પાટણ વેરાવળ, જામજોધપુર, ભેંસાણમાં પ ઇંચથી ૧૮ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે.

હજુ રાજકોટ, કચ્‍છ, જામનગર, દેવભૂમી દ્વારકા, અમરેલી, સુરેન્‍દ્રનગર, પોરબંદર સહિતના જીલ્લામાં સાર્વત્રિક વરસાદની સૌ રાહ જોઇ રહયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા), જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ મેઘરાજાએ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

સમગ્ર જિલ્લામાં આજે કુલ ૧,૪૭૪ મી.મી. (આશરે સરેરાશ ૫૯ ઇંચ) વરસાદ વરસ્‍યો હતો. જેના કારણે ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોમાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ છે.

સૌથી ગંભીર પરિસ્‍થિતિ દરિયાકાંઠાના માંગરોળ તાલુકામાં જોવા મળી છે, જ્‍યાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન  રેકોર્ડબ્રેક ૩૨૧ મી.મી. એટલે કે આશરે ૧૩ ઇંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્‍તારો અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

આ ઉપરાંત, કેશોદ તાલુકામાં ૨૮૦ મી.મી. (૧૧ ઇંચ), માળિયા-હાટીનામાં ૨૩૨ મી.મી. (૯ ઇંચ) અને માણાવદરમાં ૨૩૦ મી.મી. (૯ ઇંચ) જેટલો અનરાધાર વરસાદ વરસતા સ્‍થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્‍યા હતા.

 જિલ્લા મથક જૂનાગઢ શહેર અને ગ્રામ્‍ય પંથકમાં પણ ગઈકાલે સાંજ સુધીમાં ૬૩ મી.મી. એટલે કે પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્‍યારે પવિત્ર ગિરનાર પર્વત પર ૭૧ મી.મી. વરસાદ સાથે કુદરતી વાતાવરણ જોવા મળ્‍યું હતું.

વંથલીમાં ૯૯ મી.મી. અને વિસાવદરમાં ૧૦૩ મી.મી. વરસાદે જનજીવનને વ્‍યાપક અસર પહોંચાડી હતી.

વહીવટી તંત્ર દ્વારા તમામ કંટ્રોલ રૂમોને ચોવીસ કલાક કાર્યરત કરી દેવામાં આવ્‍યા છે અને નીચાણવાળા વિસ્‍તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ સિઝનનો કુલ વરસાદ અત્‍યાર સુધીમાં ૨૨૯૪ મી.મી. પર પહોંચી ગયો છે, જે આગામી દિવસોમાં કળષિ પાવીક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ હાલ પૂરતી પરિસ્‍થિતિ ચિંતાજનક પરિસ્‍થિતિ હળવી બની છે.

દરમિયાન આજે સવારે છ થી આઠના પ્રારંભિક બે કલાકમાં માળીયાહાટીના તાલુકામાં ૭ મીમી વરસાદ સિવાય જુનાગઢ જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં એકંદરે મેઘરાજાએ વિરામ લીધો છે છતાં પણ આકાશમાં વાદળો છવાયેલા હોવાથી બપોર બાદ મેઘરાજાની ફરી પધરામણી થાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  મહતમ તાપમાન ૩પ.૮ ડિગ્રી, લધુતમ ર૯, ભેજ ૭૭ ટકા અને પવનની ઝડપ ૧૧.૯ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

જામનગર

જામનગરના જામજોધપુરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માત્ર ૪ કલાકમાં જ સુપડાની ધારે સાડા છ ઈંચ (૧૫૮ મીમી) વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે.

બપોરે ૨ થી ૪ વાગ્‍યા દરમિયાન ૫૨ મીમી (આશરે ૨ ઈંચ) વરસાદ પડ્‍યા બાદ, સાંજે ૪ થી ૬ વાગ્‍યાના માત્ર બે જ કલાકમાં આભ ફાટયું હોય તેમ ૧૦૬ મીમી (આશરે ૪ ઈંચ) વરસાદ તૂટી પડયો હતો.

જુનાગઢ

માણાવદર ર૬પ મી.મી.

વંથલી             ૧ર૮ મી.મી.

જુનાગઢ    ૧ર૬ મી.મી.

ભેંસાણ     ૧૪૭ મી.મી.

વિસાદર    ૧ર૯ મી.મી.

મેંદરડા             ૧૦૪ મી.મી.

કેશોદ              ૪૧૩ મી.મી.

માંગરોળ   ૪૪ર મી.મી.

માળીયાહાટીના     ૪૧૪ મી.મી.

ગીર સોમનાથ

ગીર ગઢડા ૧૪ મી.મી.

તાલાલા    ૮૪ મી.મી.

પાટણ વેરાવળ     ર૭૩ મી.મી.

સુત્રપાડા    ૩૧૪ મી.મી.

કોડીનાર    ૧પ૭ મી.મી.

ઉના        ૪૧ મી.મી.

જામનગર

જામજોધપુર        ૧૭૯ મી.મી.

જોડિયા            ર૧ મી.મી.

લાલપુર    ૧૭ મી.મી.

કાલાવડ       ૧૦ મી.મી.

રાજકોટ

ઉપલેટા        ૯૧ મીમી

ધોરાજી        ૭૦ મીમી

જેતપુર        ૪૦ મીમી

લોધીકા        ૩૬ મીમી

રાજકોટ        ૩૩ મીમી

જામકંડોરણા    ૧૮ મીમી

ગોંડલ         ૧૭ મીમી

કોટડાસાંગાણી ૯   મીમી

જસદણ        ૬  મીમી

પોરબંદર

કુતિયાણા      ૧૪૭ મીમી

રાણાવાવ      ૩૪ મીમી

પોરબંદર       ૧૦ મીમી

અમરેલી

કુંકાવાવ-વડિયા       ૬૬ મીમી

બાબરા         ૧૦ મીમી

લાઠી           ૧પ મીમી

લીલીયા       ૪પ મીમી

અમરેલી       ૬  મીમી

બગસરા       ર૪ મીમી

ધારી           ૮ મીમી

સાવરકુંડલા     ર મીમી

જાફરાબાદ     ર૧ મીમી

રાજુલા         ૪   મીમી

ભાવનગર

ઉમરાળા       ૩૦ મીમી

ધોધા          ૧૯ મીમી

વલ્લભીપુર    ૮  મીમી

મહુવા          ૧પ મીમી

ભાવનગર      ૭ મીમી

સુરેન્‍દ્રનગર

ધ્રાંગધ્રા        ર મીમી

મુળી           ૬ મીમી

ચોટીલા        ૬ મીમી

ચુડા           ૧૪ મીમી

લીંબડી         ૪ મીમી

દેવભૂમિ દ્વારકા

ખંભાળીયા     ૩ મીમી

ભાણવડ       ૩ મીમી.

(11:17 AM IST)