News of Sunday, 31st May 2026
પિતાની હયાતીમાં કોપાર્સનર તરીકે પુત્રનો મિલ્કતમાં હક્ક ઉદ્દભવે નહીં : કોર્ટેનો ચુકાદો
સી.પી.સી. કાયદાની વિવિધ જોગવાઈ અનુસાર વિસ્તૃત પુરાવાઓ અને કાયદાકીય વિસ્તૃત દલીલ રજૂ કરવામાં આવી

વિસાવદર : તાલુકાના ખંભાળિયા (ઓઝત) ગામના રહીશ કાંધાભાઈ (જબ્બરભાઈ) દેવકુંભાઈ ધાધલ સાથે તેઓના પત્ની શ્રીમતી પ્રસન્નબેન કાંધાભાઈ ધાધલને અણબનાવ થતા છેલ્લા ઘણા સમયથી પોતાના સગીર પુત્રને લઈ પોતાના માવતરે ઝાંઝેસર ગામે રિસામણે ચાલ્યા ગયેલ, અને પોતાના સગીર પુત્ર દિગ્વિજયને પિતા ની મિલકત (ખેતીની જમીન) માંથી અલગ હક્ક/હિસ્સો મળે તે માટે સગીરના વાલી/માતા તરીકે વિસાવદર સિવિલ કોર્ટેમાં સિવિલ કેસ નંબર ૧૩૦/૨૦૨૨ થી દાવો દાખલ કરેલ હતો..જે દાવો નામદાર વિસાવદર કોર્ટેમાં ચાલી જતા પ્રતિવાદી કાંધાભાઈ ધાધલના એડવોકેટ નિતેશભાઈ દવે દ્વારા સી. પી. સી. કાયદાની વિવિધ જોગવાઈ અનુસાર વિસ્તૃત પુરાવાઓ અને કાયદાકીય વિસ્તૃત દલીલ રજૂ કરવામાં આવતા નામદાર સિવિલ જજ બી. એચ. ભટ્ટ સાહેબ દ્વારા વાદી પ્રસન્નબેન મારફત સગીરના માતા દરજ્જે દાખલ કરેલ દાવો નામંજૂર કરવામાં આવેલ.. નામદાર કોર્ટે દ્વારા ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ ટાંકી વિસ્તૃત હુકમ ફરમાવવામાં આવેલ કે સદરહુ દાવા વાળી મિલ્કત (ખેતીની જમીન) પ્રતિવાદી કાંધાભાઈના પિતાને તેમના પિતા પાસેથી મળેલ હોવાના કારણે આ મિલ્કત વડીલોપાર્જિત બની જતી નથી, અને દાવા વાળી મિલ્કત તેના મૂળ માલિક ભુરાભાઈ માત્રાભાઈ ધાધલની સ્વપાર્જિત મિલ્કત હોય જેથી હિંદુ વારસાઈ ધારાની કલમ ૮ ની જોગવાઈ અનુસાર પ્રતિવાદી (પિતા) ની હયાતીમાં કોપાર્સનર તરીકે વાદી (પુત્ર) નો હક્ક આ મિલ્કત માં ઉદ્દભવે નહીં માટે વાદી (પુત્ર) તેના પિતાની હયાતી મા મિલ્કતમાંથી પોતાનો અલગ હિસ્સો મેળવવા હક્કદાર નથી તેવો હુકમ ફરમાવેલ છે. આ દાવા માં પ્રતિવાદીના વકીલ તરીકે એડવોકેટ & નોટરી નિતેશભાઈ દવે રોકાયેલ હતા
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
