<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીના ગીતો ગુંજયા

શરદ પૂનમના અવસરે રાષ્‍ટ્રીય શાયરની જન્‍મભૂમિમાં ‘રઢિયાળી રાત'નું વિદ્યાર્થીઓ માટે આયોજન

રાજકોટ, તા. ર૬: શરદ પૂનમ અવસરે માઁ ચામુંડાની પાવન તીર્થભૂમિ તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળા ખાતે ખાસ વિદ્યાર્થીનીઓ માટે ‘રઢિયાળી રાત'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા ઉપર મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ગરબે રમી હતી. ચાંદો ઊગ્‍યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્‍યો, જોબનિયું આજ આવ્‍યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો જેવાં આજે પણ લોકમુખે રમતાં સદાબહાર પ્રાચીન લોકગીતો રજૂ થયાં હતાં. શેરી ગરબા સ્‍વરૂપે આયોજિત આ કાર્યર્ક્‍મમાં શરણાઈ અને ઢોલનો પણ બખુબી સમન્‍વય કરવામાં આવ્‍યો હતો.

 રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, શિક્ષણવિદ્‌ અને શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), દિલ્‍હી નિવાસી પર્યાવરણ-પ્રેમી બ્રીજભાઈ ઠક્કર તથા વાલજીભાઈ પિત્રોડાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રિનું અસલ સાત્‍વિક સ્‍વરૂપને જાણી-માણી શકે તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન તથા શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્‍યું હતું.(૬.૧૬)

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન (મો.  ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:24 PM IST)