તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 6th May 2026
જામનગરના નાયબ માહિતી નિયામક તરીકે સોનલબેન જોષીપુરાએ પદભાર સંભાળ્યો : પ્રચાર-પ્રસારની કામગીરીને વેગ મળશે
રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓમાં સહાયક માહિતી નિયામક તરીકે સેવા આપ્યા બાદ બઢતી સાથે જામનગર ખાતે નિમણૂક : કચેરીના સ્ટાફ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકે સોનલબેન જોષીપુરાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકારના માહિતી વિભાગમાં લાંબા સમયનો બહોળો અનુભવ ધરાવતા સોનલબેન જોષીપુરાની આ નિમણૂકથી જામનગર જિલ્લાની માહિતી કચેરીની વહીવટી અને પ્રચારલક્ષી કામગીરીને નવો વેગ મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
બઢતી સાથે નવી જવાબદારી:
સોનલબેન જોષીપુરા અગાઉ રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સહાયક માહિતી નિયામક તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપી ચૂક્યા છે. તેમની કર્તવ્યનિષ્ઠા અને અનુભવને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તેમને બઢતી આપીને જામનગર જિલ્લાના નાયબ માહિતી નિયામક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉષ્માભર્યું સ્વાગત અને કાર્યભાર:
જામનગર માહિતી કચેરી ખાતે પ્રથમ દિવસે આગમન સમયે સ્ટાફ દ્વારા સોનલબેન જોષીપુરાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદભાર સંભાળ્યા બાદ તેમણે કચેરીની કામગીરી અંગે પ્રાથમિક સમીક્ષા કરી હતી. કચેરીના સ્ટાફ દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આગામી સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સુદ્રઢ અને લોકાભિમુખ બનશે. રાજ્ય સરકારની વિવિધ કામગીરીને જન-જન સુધી પહોંચાડવામાં તેમનો અનુભવ મહત્વનો સાબિત થશે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
