તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
‘વાવડ’ના તંત્રી રામ કરશનદાસ ઠક્કરના પુત્ર અને'કચ્છ દર્શન’ના તંત્રી દર્શનકુમાર ઠક્કરને ‘કચ્છ શક્તિ’ રાષ્ટ્રીય પત્રકાર એવોર્ડ જાહેર
જૈન મેરેજ મિશનના આઠ ફિરકાના પ્રમુખોનું પણ સન્માન કરાશે : અષાઢી બીજ કચ્છી નવું વષૅ તા. ૧૬મી જુલાઇએ મુંબઇના દાદરના યોગી સભાગૃહમાં આમંત્રિતો માટે ખાસ કાર્યક્રમ યોજાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨3 : ‘વાવડ’ના તંત્રી રામ કરશનદાસ ઠક્કરના પુત્ર અને ‘કચ્છ દર્શન’ના તંત્રી દર્શનકુમાર ઠક્કરને ‘કચ્છ શક્તિ’ રાષ્ટ્રીય પત્રકાર એવોર્ડ-ર૦ર૬ જાહેર થયો છે. છેલ્લા ૪૭ વર્ષથી આ એવોર્ડ વિવિધ ક્ષેત્રે સેવા આપતી વ્યક્તિઓને મુંબઈની સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
આ એવોર્ડના ૨૦૨૬ના વિજેતાઓના નામ સંસ્થાના કન્વીનર હેમરાજ શાહ દ્વારા જારી કરાયા છે. પસંદગી સમિતિની બેઠકમાં આ વર્ષના ર૩ એવોર્ડ વિજેતાઓના નામ પસંદ કરવામાં આવ્યા હતા. પસંદગી સમિતિમાં કનૈયાલાલ જાેશી, ડો. નાગજી રીટા, ચીમનભાઇ મોતા, એડ. પીયૂષ એમ. શાહ, વેલજી અખેરાજ બોરીચા, ભુજના મિલન સોની અને ઉદય હેમરાજ શાહે આ પસંદગી કરી હતી.
કચ્છ-શક્તિ નેશનલ એવોર્ડ આગામી અષાઢી બીજ-કચ્છી નવા વર્ષ પ્રસંગે મુંબઈ ખાતે એક ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આશે. આ એવોર્ડનાના વિજેતાઓમાં ભુજના ‘વાવડ’ના કાર્યકારી તંત્રી અને ‘કચ્છ દર્શન’ના તંત્રી દર્શનકુમાર રામ ઠક્કર ઉપરાંત કચ્છરત્ન એવોર્ડ : પૂ. જયપડમા ગુણાજી મહાસતીજી (અચલગચ્છ), સમાજ-રત્ન એવોર્ડ : જયંતીલાલ કેશવજી છાડવા (ચેમ્બુર), ધર્મપ્રેમી એવોર્ડ : નરેન્દ્રભાઇ આર. નંદુ, સમાજસેવા એવોર્ડ : હીરજી આર. પાસડ, સમાજસેવા એવોર્ડ : વાપીના મહેન્દ્ર છેડા, સમાજસેવા એવોર્ડ : ભુજના વેલજીભસાઇ મહેતા, સાહિત્યરત્ન એવોર્ડ : અંજારના અજય સોની, સંશોધન એવોર્ડ : ભીમાસરના મહાદેવ બારડ, નારીરત્ન એવોર્ડ : સમીરા રાંભિયા (મુલુંડ), નારીરત્ન એવોર્ડ : દિશા દેઢિયા, ટી.વી. સ્ટાર એવોર્ડ : ચૌરંગી ફિલ્મના નીલ ભટ્ટ, બાલ કલાકાર એવોર્ડ : બોરીવલીના મિતેન પરીન ગાલા (હેમુદાદા), લીગલ પ્રોફેશનલ એવોર્ડ : મઝગામના કાંતિલાલ સંઘોઇ, ફોટોગ્રાફી એવોર્ડ : જન્મભૂમિના વિરલ કનૈયાલાલ જાેશી, પત્રકાર એવોર્ડ : મકાબોના તંત્રી ઉમેશ એમ. ત્રિવેદી, નૃત્યરત્ન એવોર્ડ : સામખિયાળીના ખુશી ગડા અને જાન્હવી ગડા, પાર્શ્વગાયક એવોર્ડ : રાજકોટના નિધિ ધોળકિયા, શિક્ષણ એવોર્ડ : આઇ.એસ.એસ. દિશાંત અમૃતલાલ નિસર, વ્યાપાર એવોર્ડ : ગાંધીધામના સુવર્ણકાર ભૂષણ આર. સોની તથા જસ્ટ ઇન ટાઇમના રાજુભાઇ છેડાને પણ એનાયત થવાના છે.
આ કાર્યક્રમમાં જૈન મેરેજ મિશનના આઠ ફિરકાના પ્રમુખોનું પણ સન્માન કરાશે. અષાઢી બીજ કચ્છી નવું વષૅ તા. ૧૬મી જુલાઇએ મુંબઇના દાદરના યોગી સભાગૃહમાં આમંત્રિતો માટે ખાસ કાર્યક્રમ યોજાશે.
કચ્છ-શક્તિ તરફથી યોજાયેલ કાર્યક્રમની શરૂઆત ટીના છેડા દ્વસારા સંગીત મઢ્યા ગીતોથી થશે અને ‘કચ્છ-શક્તિ નેશનલ એવોર્ડ‘ અનાયતથી સમાપ્ત થશે. કચ્છ-શક્તિ તરફથી સતત આ ૪૭મું વર્ષ મુંબઇમાં કચ્છી નવું વર્ષ ઉજવાય છે. કાર્યક્રમનું સંચાલન રીટા હરીયા કરશે.
દર્શનકુમાર ઠક્કરે માત્ર ૧૮ વર્ષની ઉમરે ૧૯૯૧માં ભુજથી ‘કચ્છ દર્શન’ શરૂ કર્યું હતું. ‘કચ્છ દર્શન’ના તંત્રી ઉપરાંત હાલ તેઓ ‘વાવડ’ના કાર્યકારી તંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
