તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ગોંડલમાં ધંધો બરાબર ન ચાલતા પુત્ર-પુત્રીનું ગળુ ઘોંટી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાત
ચિંતામાં હું ગાંડો થઇ જઇશ એટલે અંતિમ પગલુ ભરૂ છુ, મારા માતા-પિતા કે પત્નીનો કોઇ દોષ નથીઃ મરતા પહેલા મૃતક જયપાલભાઇ તોગડીયાએ વિડીયો મેસેજથી પિતરાઇને જાણ કરી : કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે ત્રણેયની એકી સાથે અંતિમવિધી સમયે હૈયાફાટ રૂદનઃ ગામ હિબકે ચડયુ

તસ્વીરમાં આપઘાત કરનાર જયપાલભાઇ તોગડીયા બન્ને બાળકો સાથેની ફાઇલ તસ્વીર. બીજી તસ્વીરમાં ત્રણેયની એકી સાથે અંતિમવિધી કરાઇ હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)(૨.૧૯)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: કોટડા સાંગાણીનાં સાંઢવાયા ગામમાં રહેતા અને ગોંડલ નાં ઘોઘાવદર રોડ પર સિમેન્ટનું કારખાનુ ધરાવતા પટેલ યુવાને પોતાનાં કારખાનામાં પુત્ર અને પુત્રીનાં દોરડા થી ગળાટુપો આપી મોતને ઘાટ ઉતારી બાદમાં પોતે ગળાફાંસો ખાઇ જીવન નો અંત આણતા સાંઢવાયા ગામ માં હાહાકાર મચી ગયો હતો. અને પરિવાર સ્તબ્ધ બન્યો હતો.બન્ને બાળકોનાં ગળા ઘોંટી હત્યા કરી ગળાફાંસો ખાતા પહેલા મળતક યુવાને તેના પિતરાઇ ભાઇ ને વિડીયો મોકલી પોતે આવું કળત્ય કરવા જઇ રહ્યા નુ જણાવ્યું હોય પિતરાઇ ભાઇ અન્ય કુટુંબી સાથે કારખાને દોડી ગયા હતા.પરંતુ ત્યાં સુધીમાં પિતા પુત્ર અને પુત્રી આ ફાની દુનિયા છોડી ચુકયા હતાં. પ્રાપ્ત વિગત મુજબ સાંઢવાયા રહેતા અને ગોંડલ નાં ઘોઘાવદર રોડ પર ગાયત્રી સિમેન્ટ નામે કારખાનું ચલાવતાં જયપાલભાઇ વિઠ્ઠલભાઈ તોગડીયા ઉ.૩૬ એ બપોર નાં અઢીથી પોણા ત્રણ વચ્ચે જાણે માથા પર કાળ સવાર થયો હોય તેમ પોતાનાં ૧૭ વર્ષનાં પુત્ર મિશ્ર તથા ૧૦ વર્ષની પુત્રી રીવાને દોરડા વડે ગળાટુંપો દઇ હત્યા કરી બાદ માં પોતે પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. અરેરાટી જનક ઘટના પહેલાં બપોર નાં ૨:૨૧ કલાકે જયપાલભાઇ એ તેનાં પિતરાઇ અલ્પેશભાઈને વિડીયો બનાવી પોતે પુત્ર પુત્રીનાં ગળા ઘોંટી ગળાફાંસો ખાઇ રહ્યાની જાણ કરતા અલ્પેશભાઈ તથા અન્ય પરીવારજનો હાંફળા ફાંફળા કારખાને દોડી ગયા હતાં.પરંતુ મોડુ થઇ ચુકયું હતું. કોઈ આવે તે પહેલાં જયપાલભાઇએ ઘટનાને અંજામ આપી દીધો હતો.
અલ્પેશભાઈનાં વોટસએપમાં જયપાલભાઇએ મોકલેલા સેલ્ફી વિડીયો માં કહ્યુ કે મારો ધંધો ચાલતો નથી.મારાંમાં આવડત નથી કે બીજો ધંધો કરુ. છ મહીનાથી ચિંતામાં નિંદર આવતી નથી.જેથી માનસીક અસ્થિર જેવી હાલત હોપ હું ગાંડો થઇ જઇશ.એટલે આ અંતિમ પગલુ ભરી રહ્યો છુ.મારાં માતાપિતા કે પત્નિનો કોઇ દોષ નથી.એમને કંઈ ના કહેશો.
મળતક જયપાલભાઇ પરીવારમાં એકનાં એક પુત્ર હતાં. તેમના લગ્ન સતર વર્ષ પહેલાં થયા હતાં.ઉમરાળી ગામે તેમનું સાસરુ હતુ. સંતાન માં મોટો પુત્ર મિશ્રે તાજેતર માંજ ધો.૧૦ ની પરીક્ષા માં ઉતર્ણિય થયો હતો.જ્યારે દિકરી રીવા રામોદ ની સ્કુલ માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. પિતા પુત્ર અને પુત્રીનાં મળતદેહનાં પેનલ ડોક્ટર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાયા હતાં. મોડી સાંજે ત્રણેય નાં મળતદેહ સાંઢવાયા તેમનાં ઘરે પંહોચ્યા ત્યારે પરીવાર નાં હૈયાફાટ રુદન થી નાનું એવુ સાંઢવાયા હચમચી ઉઠ્યુ હતું. રાત્રે ત્રણેય ની અંતિમયાત્રા ઘરે થી નિકળી ત્યારે સમગ્ર સાંઢવાયા ગામ જોડાયું હતુ.સ્મશાન માં પિતા પુત્ર અને પુત્રી ની ચિતા ને અગ્નિદાહ અપાયો ત્યારે ભારે ગમગીની વચ્ચે લોકો ની આંખો રડી ઉઠી હતી. બાળકોની હત્યા અને આપઘાત ની કરુણ ઘટના અંગે મળતક નાં પિતરાઇ અલ્પેશભાઈ વશરામભાઇ તોગડીયાની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે. વધુ તપાસ પી.આઇ. જે.આર. ઝાલા ચલાવી રહયા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
