હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૂનાગઢમાં બીમારીના ઇલાજ માટે ગયેલી હિન્દુ મહિલા સાથે દરગાહના મુંજાવરના પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટનાથી ભારે ચકચાર
ખાનગી ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરનાર મુખ્ય આરોપી તથા તેના પિતા વિરુદ્ધ પોલીસે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી.

જૂનાગઢ : જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ મથક હદ વિસ્તારમાં શ્રદ્ધા અને વિશ્વાસની આડમાં એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ પ્રકાશમાં આવી છે, જેમાં બીમારીની સારવાર અર્થે દરગાહ પર જતી એક હિન્દુ મહિલા સાથે મુંજાવરના પુત્ર દ્વારા બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત મહિલા પોતાના પરિવારના સભ્યની બીમારીના ઇલાજ માટે અવારનવાર દરગાહના મુંજાવરના ઘરે જતી હતી, તે દરમિયાન મુંજાવરના પુત્ર વાહિદે તેની સાથે નિકટતા વધારીને વિશ્વાસઘાત કર્યો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચરીને તેના ગુપ્ત ફોટા તથા વીડિયો બનાવી લીધા હતા.
ઘટનાની વિગતવાર માહિતી આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા આ ખાનગી ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ સગા-સંબંધીઓમાં બદનામ કરવાની ધમકી આપીને લાંબા સમય સુધી માનસિક દબાણમાં રાખવામાં આવી હતી અને લગ્ન કરવા માટે દબાણ કરી છરીથી હુમલો પણ કરવામાં આવ્યો હતો.
આ ગંભીર પ્રકરણમાં માત્ર મુંજાવરનો પુત્ર જ નહીં પરંતુ તેના પિતા જાવિદ બાપુ પણ આ કાવતરામાં સામે સામેલ હોવાનું અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ સમક્ષ નોંધાયેલી ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
મહિલા દ્વારા હિંમત દાખવીને પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી વાહિદ અને તેના પિતા જાવિદ બાપુ એમ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે અને કાયદેસરના પુરાવા એકત્ર કરીને આરોપીઓ સામે કોર્ટમાં સખત પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
