તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
સોમનાથ-જૂનાગઢ હાઈવે પર અકસ્માત: ડમ્પરની ઠોકરે બાઈકચાલકનું મોત
ચોરવાડ નજીકની ઘટના: શેરીયાખાણ ગામના મહંમદ કાસમ લાખા ઉર્ફે ભૂરોનું મોત : અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ તપાસ શરૂ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ : જેતપુર-સોમનાથ ફોરલેન નેશનલ હાઈવે પર ચોરવાડથી જૂનાગઢ તરફ આવેલા પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પર ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈકચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે.
મૃતકની ઓળખ મહંમદ કાસમ લાખા ઉર્ફે ભૂરો (ઉ.વ. 31), રહે. શેરીયાખાણ તરીકે થઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કેશોદ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે મૃતકના પરિવારજનોનું નિવેદન નોંધી અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર ડમ્પરો માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે દોડતા હોય છે, જેના કારણે અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકો ભોગ બને છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.તેમ હબીબભાઈ હાસમભાઈ લાખા, સરપંચ, શેરીયાખાણ ગ્રામ પંચાયતએ જણાવ્યું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
