તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલની ભારે અછત સર્જાઈ
ઈંધણના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયા બાદ પણ જનતાને પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થતાં વાહનચાલકો અને સામાન્ય જનતામાં ભારે રોષ

જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. સરકાર દ્વારા તાજેતરમાં જ ઈંધણના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયા બાદ પણ જનતાને પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થતાં વાહનચાલકો અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પેટ્રોલ પંપના સંચાલકોના જણાવ્યા અનુસાર આસપાસના અન્ય પંપો પર ડીઝલનો જથ્થો બિલકુલ ખૂટી ગયો હોવાથી જે પંપ ચાલુ છે ત્યાં ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. જેથી પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પંપ સંચાલકોએ ફોર-વ્હીલરમાં માત્ર એક હજાર અને રિક્ષા જેવા નાના વાહનોને માત્ર 500નું ઈંધણ આપવાનું શરૂ કર્યુ.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
