News of Tuesday, 22nd September 2026
પોરબંદરમાં SOGએ યોગી ડેરી પર દરોડો પાડી 30 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો
ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા વચ્ચે એકની અટકાયત :ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરાઈ: હવે ઘીના સેમ્પલની તપાસ બાદ તેની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે

પોરબંદરમાં ફરી એકવાર શંકાસ્પદ ઘીના જથ્થાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદર SOG ની ટીમે યોગી ડેરી પર દરોડો પાડી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન અંદાજે 30 કિલો શંકાસ્પદ ઘી મળી આવતા તંત્રમાં દોડધામ મચી હતી.
SOG ની તપાસ દરમિયાન યોગી ડેરીમાંથી 30 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘીમાં ખરેખર ભેળસેળ છે કે નહીં તે અંગેનો અંતિમ ખુલાસો તપાસ અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ થઈ શકશે.
આ સમગ્ર મામલે SOG દ્વારા એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા શંકાસ્પદ ઘીના જથ્થા અંગે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘી ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવવાનો હતો અને તેની ગુણવત્તા અંગેની વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
SOGની કાર્યવાહી બાદ સમગ્ર મામલે Food Safety Departmen tને જાણ કરવામાં આવી છે. હવે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવામાં આવે તેવી શક્યતા છે. સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી ઘીની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
