<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ખંભાળીયાની જલારામ ડેરીમાં SOGનો દરોડોઃ નકલી વસ્‍તુ બનાવવાનું કૌભાંડ પકડાયું

કેમીકલ અને પાવડરથી નકલી દુધ અને પનીર તૈયાર કરાતુઃ પ૪ કિલો અખાદ્ય પદાર્થનો નાશઃ ૬૪૮ ‌કિલો સ્‍ક્રીમ્‍ડ મિલ્‍કત પાવડર તથા એસેટીક એસીડનો મોટો જથ્‍થો જપ્‍તઃ ગુનો નોંધાયો

જામનગરઃ  ખંભાળીયાની જલારામ ડેરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અહીં કેમિકલ અને પાવડરના મિશ્રણથી નકલી દૂધ અને પનીર તૈયાર કરવામાં આવતું હતું.

ખંભાળીયાની જલારામ ડેરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અહીં કેમિકલ અને પાવડરના મિશ્રણથી નકલી દૂધ અને પનીર તૈયાર કરવામાં આવતું હતું,

જેના પગલે ડેરીના માલિક કેતન આસાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઘટનાસ્થળેથી 648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એવા 54 કિલો અખાદ્ય પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

(1:52 PM IST)